ડીસાના માજિસા માતાના મંદિર પાસે નજીવી બાબતે બોલાચાલી થતાં માતા અને પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-22 12:33:58
  • Views : 1786
  • Modified Date : 2021-09-22 12:33:58

 

     ડીસા શહેરના માજિસા માતાના મંદિર પાસે નજીવી બાબતે બોલાચાલી થતાં માતા અને પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો થયો હતો. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નજીવી બાબતે તીક્ષ્ણ હથિયારો વડે હુમલાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે હાલમાં લોકો નજીવી બાબતમાં આવેશમાં આવી જઈ મારામારી જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપતા જોવા મળી રહ્યા છે. ત્યારે આવે છે એક વધુ ઘટના ડીસા શહેરના જૂના બસ સ્ટેન્ડ પાછળ આવેલ માજિસા માતાના મંદિર પાસે બની હતી. ડીસાના માજિસા માતાના મંદિર પાસે જ્યોત્સનાબેન અને તેમના ત્રણ પુત્ર મજૂરી કરી રહે છે ત્યારે તેમના ઘરે હારીજના ભાવેશભાઈ માજીરાણાના કાકી જોસનાબેન ના ઘરે આવીને બેઠા હતા તે સમયે ભાવેશે તેના અન્ય 10 મિત્રોને માજિસા માતાના મંદિર પાસે બોલાવ્યા હતા અને જોસનાબેન ને કહે કે તમે કેમ મારી કાકી ને તમારા ઘરે રાખી છે તેમ કહી બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને ભાવેશ તેમજ તેના અન્ય દસ સાથીદારો દેખા મળી જોસના બેન ના ઘરે તોડફોડ કરવાની શરૂઆત કરી હતી જે બાદ જોસના બેન અને તેના પુત્ર તોડફોડ કરવાનું ના કહેતા ભાવેશ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના હાથમાં રહેલ પાઇપ જોસના બેન ના માથામાં મારી હતી જે બાદ જોસના બેન નો પુત્ર છોડાવવા જતાં તેમના પુત્રને પણ પાછળના ભાગે છરી મારી હતી આ સમગ્ર ઘટના બાદ આજુબાજુના લોકો દોડી આવતા ભાવેશ અને તેમના સાથીદારો ત્યાંથી નાસી છૂટયા હતા જે બાદ આ હુમલામાં ઇજાગ્રસ્ત જ્યોત્સનાબેન અને તેમના પુત્રને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવના પગલે જ્યોત્સના બેન ને ભાવેશભાઈ માજીરાણા અને તેમના અન્ય સાથીદારો વિરોધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News