મોટાવેલોડામાં ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-23 13:58:44
  • Views : 327
  • Modified Date : 2019-10-23 13:58:44

સરસ્વતી તાલુકાના મોટાવેલોડાગામે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી જેમાં રવિ પાકમાં રાઈ અને દિવેલાની ખેતી પદ્ધતિ અને પાક ઉત્પાદન વધારવાની ચાવીઓ વિશે વિસ્તૃત માહિતી તેમજ સેન્દ્રીય ખાતરનું પાક ઉત્પાદનમાં મહત્વ અને સજીવ ખેતી વિશે માહિતી આપવામાં આવી. આ ખેડૂત તાલીમ શિબિરમાં નિવૃત પ્રાધ્યાપક ડો.બી.બી પટેલ અને ડી.જે.દેસાઈ તેમજ વિસ્તરણ અધિકારી સરસ્વતી એ.એમ.દેસાઈ ગ્રામ સેવક સરીયદ જે.એસ.જોષી,ગ્રામ સેવક વાયડ બી.જે ચૌધરી,ગ્રામ સેવક નાયતા વિ.એલ સોલંકી અને ગામના સરપંચ રબારી કમશીભાઈ સહિત ખેડૂતો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News