વાવ અને ઢીમા પંથકમાં ભરશિયાળે કમોસમી વરસાદથી ખેતરોમાં પાકને મોટા નુકશાનની ભીતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 11:37:38
  • Views : 472
  • Modified Date : 2019-11-03 11:37:38

અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક ફૂંકાયેલાં મહા વાવાઝોડાની અસર છેક ઉત્તર ગુજરાતમાં પણ દેખાઈ રહી હોય તેમ બનાસકાંઠા જિલ્લાનાં સરહદી વાવ, થરાદ, સુઈગામ સહિત યાત્રાધામ ઢીમા વિસ્તારમાં બે દિવસથી વાવાઝોડાં સાથે ભરશિયાળે કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને લાખ્ખો રૂપિયાનું નુકશાન વેઠવું પડશે. તો વળી શિયાળુ સીઝન ચાલી રહેલ હોવાથી ખેતરોમાં ઘાસચારો પડ્યો હોવાથી મોટાં પ્રમાણમાં જુવારનાં પૂળા, બાજરીનાંપાકને નુકશાન થશે જેથી પશુઓ ખાઈ શકે તેવું રહેશે નહીં. તો વળી છેલ્લાં ત્રણ વર્ષથી સરહદી પંથકમાં લીલા અને સૂકા ઘાસની અછત વર્તાઈ રહી છે. ઘાસચારાની અછતને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. સરહદી વાવ અને ઢીમા વિસ્તારમાં ભરશિયાળે કમોસમી મુશળધાર વરસાદને પગલે શિયાળુ સીઝનમાં જીરૂ, રાયડુ, ઈસબગુલ સહિતનાં પાકનું વાવેતર થોડાં સમય માટે કરી શકાય નહીં તેવું ખેડૂતો માની રહ્યા છે. ખેતરમાં ઊભાં પાકને
પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થશે. તો વળી હાલમાં તો  ખેડૂતોનાં મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. હાલમાં તો ખેડૂતો કોપાયમાન કુદરત સામે
પોતાનાં પશુઓને માટે બચેલો ઘાસચારો થોડો સમય સુધી ચાલે તે માટે પ્રાર્થના કરી રહ્યાં છે. અત્રે નોંધનીય છે કે કમોસમી વરસાદને પગલે યાત્રાધામ ઢીમા કૃષિબજારમાં પણ વેપારીઓને નુકશાન થયું છે.

Download Our B K News Today App



Related News