પાલનપુરના મોટા ગામે આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-08 11:18:22
  • Views : 520
  • Modified Date : 2020-06-08 11:18:22

પાલનપુર તાલુકાના મોટા ગામે શનિવારે મોડીરાત્રે એક સાથે ત્રણ જેટલા મકાનમાં આગ ભભૂકી ઉઠતા ગ્રામજનોમાં અફરા તફરી  મચી જવા પામી હતી.
મોટા ગામે ગત રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટ થવાના કારણે પ્રતાપસિંહ કાળુસિંહ પરમાર, મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ પરમાર, અને લક્ષ્મણસિંહ  હરિસિંહ પરમારના ત્રણ જેટલા મકાનોમાં એક સાથે આગ ભભૂકી ઉઠી હતી. જેના
 પગલે સમગ્ર ગામમાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળ ઉપર ઉમટી આવી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ આગ કાબુમાં આવી ન હતી.  ગ્રામજનોએ ફાયર વિભાગને જાણ કરતા ત્રણ જેટલા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ  મેળવ્યો હતો.  તો બીજી તરફ આગ લાગવાની સાથે આ ત્રણે મકાનોમાં પડેલ માલસામાન અનાજ તેમજ અગત્યના દસ્તાવેજો બળીને રાખ થઈ જવા પામ્યા હતા. આ ઘટનાની જાણ વહેલી સવારે ગઢ પોલીસને થતા ગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.એ.ચૌધરી પોતાના પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર દોડી જઈ  આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાની આ ઘટનામાં ભોગ બનનાર મકાન માલિકે મીડિયા સમક્ષ આગ લાગવાના કારણે ૭ થી ૮ લાખનું નુકસાન થયું હોવાનું  જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News