ખસા ખાતે યુવકને વીજકરંટ લાગતા મોત નિપજતાં અરેરાટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-17 11:44:43
  • Views : 1695
  • Modified Date : 2019-11-17 11:44:43

પાલનપુર તાલુકાના ખસા ખાતે મજુરી કરી ગુજરાન ચલાવતા એક યુવકને વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ અને તેના પરિવારજનો પર આભ તુટી પડયુ હતું.
સમગ્ર ઘટનાની વિગત અનુસાર પાલનપુર તાલુકાના ખસા ખાતે રહેતા રામચંદજી મણાજી ઠાકોરનો દીકરો તરસંગજી ગત ૧૧ નવેમ્બરના દિવસે અન્ય લોકો સાથે પટોસણ ગામના રમેશભાઈ જેઠાભાઈ ભુતડીયાના પટોસણ ગામની સીમમાં આવેલ ખેતરમાં મગફળી ભેગી કરવા માટે મજુરીએ ગયા હતા અને મજુરી કરી સાંજે પરત આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે મજુરીના પૈસા બાકી હોઈ લેવા જવાનું કહી સાંજના ચારેક વાગ્યાના સુમારે ઘરેથી નીકળ્યો હતો. સાંજે પરત ઘરે ના આવતા તેના પરિવારજનો સિધ્ધપુર કાર્તિક
પૂનમના મેળામાં ગયો હશે તેવુ માની કોઈ શોધખોળ કરેલ નહોતી. પરંતુ બીજા દિવસે પણ ઘરે ન આવતાં તેના
પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ત્યારે તરસંગજીના પિતા રામચંદજીને સમાચાર મળેલ કે પટોસણ ગામની સીમમાં આવેલ રમેશભાઈ જેઠાભાઈ ભુતડીયાના ખેતરના શેઢા પર તેમના દીકરાની લાશ પડી છે. તેથી તેઓ તથા તેમના
પરિવારજનો સ્થળ ઉપર જઈ જોતા તેમનો દીકરો મૃત હાલતમાં ખેતરના શેઢા પર
પડેલ હતો અને તેના બન્ને પગે કરંટ લાગ્યાના નિશાન હતા.  તેથી તેઓએ ગઢ પોલીસને જાણ કરતાં ગઢ પોલીસ ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃતકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News