ધાનેરા તાલુકામાં લોકો કરી રહ્યા છે મોતની સવારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 12:17:42
  • Views : 813
  • Modified Date : 2019-06-13 12:17:42

ધાનેરા તાલુકામાં પુરતા પ્રમાણમાં એસ.ટી.ની સુવિધા ન હોવાના કારણે ગામડાઓમાંથી ધાનેરા આવતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓને જીપોમાં લટકીને જોખમી મુસાફરી કરવી પડી રહી છે. એક તરફ ત્રિશુલીયા ઘાટ પાસે ૯ ના મોત નિપજયા તો આર.ટી.ઓ.ને સસ્પેન્ડ કર્યા, તો આ બાબતે કોણ પગલાં ભરશે તે ચર્ચાનો વિષય બન્યો છે.ગુજરાત સરકાર દ્વારા વિશ્વને હંફાવવાની વાતો કરવામાં આવે છે. પરંતુ ગુજરાતના આ અંતરીયાળ તાલુકાઓમાં લોકો કયા પ્રકારની જિંદગી વિતાવે છે. તેની જાણ સરકારને લાગતી નથી. હાલમાં મેટ્રો અને બુલેટ ટ્રેનની વાત થાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કેટલાંય તાલુકાના ગામડાઓમાં પુરતી બસો પણ જતી નથી અને એસ.ટી.ના દર્શન કરવા પણ દુર્લભ છે. જેના કારણે લોકોને મોતને માથે રાખીને જીપોમાં જોખમી મુસાફરી કરવાના દિવસો ચાલી રહ્યા છે. વાત કરવામાં આવે ધાનેરા તાલુકાની તો આજથી ૩૦ વર્ષ પહેલાં મોટા ભાગના ગામડાઓમાં એસ.ટી. બસ જતી હતી. પરંતુ જેમ જેમ વિકાસ વધવા લાગ્યોતેમ તેમ સરકાર દ્વારા ગામડાઓમાં એસ.ટી.ઓ મુકવાની પ્રથા બંધ કરવામાં આવી રહી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. જેના કારણે લોકો પોતાના ગામડાઓમાંથી કામ અર્થે તાલુકા મથકે આવતા લોકોને પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે અને લોકો મોતની સવારી કરતા નજરે પડી રહ્યા છે.




Download Our B K News Today App



Related News