ધાનેરા ટ્રેનની અડફેટે યાવરપુરાના યુવાનનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-06 11:05:37
  • Views : 578
  • Modified Date : 2019-07-06 11:05:37

બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકામામ નહેરમાં ડુબવાના તેમજ ધાનેરા તાલુકામાં રેલ્વેથી કપાવાના બનાવો વધી રહ્યા છે. શુક્રવારના રોજ ધાનેરાથી ભીલડી તરફ જતી ટ્રેનની અડફેટે એક યુવક આવી જતાં તે મોતને ભેટયો હતો અને તે અંગેની જાણ ધાનેરા રેલ્વે માસ્ટરે ભીલડી પોલીસને કરતા ભીલડી રેલ્વે પોલીસ તાત્કાલિક ધાનેરા ખાતે આવીને લાશની તપાસ કરતાં મરણ જનાર યુવકની ઉમર ૩૪ વર્ષની આસપાસ હોવાનુ તેમજ તે ધાનેરા તાલુકાના યાવરપુરા ગામનો ગેનાજી ગલબાજી
ઠાકોર હોવાનું જાણવા મળતાં રેલ્વે પોલીસે મરણ જનારના વાલીવારસાને આ અંગે જાણ કરતા તેઓ આવ્યા હતા અને લાશને પોસ્ટમોટમ માટે ધાનેરા સરકારી હોÂસ્પટલ ખાતે લાવી પી.એમ. કરાવીને લાશને તેના વાલીવારસાને સુપરત કરી હતી. પરંતુ આ મરણ જવામાં અકસ્માત કે આત્મહત્યા તે જાણવા મળ્યુ નહોતુ.

Download Our B K News Today App



Related News