કોરોના સંક્રમણ ધ્યાને લઇ ઇકબાલગઢ માર્કેટયાર્ડ આગામી છ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 11:16:59
  • Views : 256
  • Modified Date : 2021-05-06 11:16:59

     બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાના પગલે જિલ્લા સહિત માર્કેટયાર્ડ મોટાભાગના બંધ કરવામાં આવ્યા હતા જેમાં અંતરિયાળ વિસ્તાર અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ માર્કેટયાર્ડ તારીખ 27 એપ્રિલથી પાંચ મે સુધી બંધ રાખવાનું નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણના અટકાવી શકાય. જેને લઈ માર્કેટયાર્ડ બંધ કરવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

     બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધવા લાગી છે જેને લઈ માર્કેટયાર્ડ બંધ કરવાના નિર્ણય લેવામાં આવ્યા હતા. જોકે, હાલ કોરોના સંક્રમણને ધ્યાને લઇ અમિરગઢ તાલુકમાં જોતા ઇકબાલગઢ માર્કેટયાર્ડ તારીખ છ મેથી 12મી મેં સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણના અટકાવી શકાય.

Download Our B K News Today App



Related News