અમીરગઢ તાલુકા વિસ્તારના મોટા ભાગના બોર બંધ હાલતમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-08 13:45:28
  • Views : 320
  • Modified Date : 2021-08-08 13:45:28

     જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તાર ગણાતા અમીરગઢ તાલુકાના ગામડાઓમાં રોડ રસ્તા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને પીવાના પાણી માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિવિધ યોજનાઓ તળે ફાળવવામાં આવે છે પરંતુ  જવાબદાર અધિકારીઓની નજર તળે સરપંચ અને તલાટી પોતાની ગ્રામપંચાયતમાં કેટલો વિકાસ કરે છે એ જવાબદાર તંત્રનો તપાસનો વિષય છે, કારણ કે રાજ્ય સરકારે ફાળવેલા વિવિધ કામો માટેના કરોડો રૂપિયાના નાણાં ક્યાં અને કેટલા વપરાયા છે, વપરાયા છે કે નહી..? એની જવાબદારી તંત્રની છે, પરંતુ એનું પગેરું લેવાનો સમય જવાબદાર અધિકારીઓ પાસે ના હોય એવું જણાઈ રહ્યું છે, ત્યારે અમીરગઢ વિસ્તારના અંતરિયાળ ગામોમાં લોકો માટે પીવાના પાણીની સમસ્યાને લઈ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી વર્ષ ૨૦૧૯ થી વર્ષ ૨૦૨૧  સુધી અમીરગઢ તાલુકા તળે આવેલી ગ્રામપંચયતોમાં અંદાજે કુલ ૮૩ જેટલા બોરનું કામ કરવામાં આવ્યું છે પરંતુ એ પૈકીના મોટા ભાગના બોર વીજ કનેક્શનથી વંચિત હોવાને લીધે બંધ હાલતમાં જણાઈ રહ્યા છે. જાેકે સરકારની બોર માટેની તમામ યોજનાઓમાં વીજ કનેકશન માટે અંદાજપત્રની ફાળવણી કરવામાં આવી છે. છતાં પણ અમીરગઢ વિસ્તારના ગામડાઓમાં અમુક સરપંચ અને તલાટીની ઘોર બેદરકારીને  કારણે મોટાભાગના બોર વીજ કનેકશનથી વંચિત રહેતા  બંધ હાલતમાં જણાઈ રહ્યા છે, જેથી સરકાર દ્વારા લોકોને પીવાના માટે ખર્ચેલા નાણાંનો દુરુપયોગ થતો હોય એવું જણાઈ રહ્યું છે. ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે  ગંભીરતા દાખવી તપાસ આદરે તો  બોર કર્યા પછીની  ઘટતી કામગીરી પૂર્ણ કરાવવાની સાથે બોરનું પાણી પણ લોકો સુધી પહોંચી શકે તેમ છે, જેની લોકમાંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News