ગોળ ગોળ ફરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની મોસાળની સીટ ઉપરથી ઉમેદવારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-14 11:33:50
  • Views : 479
  • Modified Date : 2021-02-14 11:33:50

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો ખેલ ખુલ્લો પડી ગયો છે. તમામ સમાજને સાથે લઇને ચાલવાની વાત કરનાર પક્ષે નીતિ નિયમો નેવે મુક્યા છે. માત્ર મોવડી મંડળનુ જ ચાલતુ હોય તેવુ સામે આવ્યુ છે. આજે શનિવારે ઉમેદવારી કરવાનો આખરી દિવસ હતો. ત્યારે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા ન હતા. પરંતુ ઉમેદવારી કરતા દૂધનુ દૂધ અને પાણીનુ પાણી જાેવા મળ્યુ હતુ. જિલ્લાના ગાંધીનગર તાલુકાની ૮ બેઠકમાં ૩, માણસાની ૭ બેઠકમાં ૪, દહેગામની ૭ બેઠકમાં ૩ અને કલોલની ૬ બેઠકમાં ૩ ઉમેદવારને રીપીટ (કેટલાકમાં પત્નિની જગ્યાએ પતિને) કરાયા છે. જ્યારે કોંગ્રેસનો માત્ર એક જ સમાજનો પ્રત્યેનો પ્રેમ પણ જાેવા મળ્યો છે.
દહેગામ તાલુકામા આવતી ૭ બેઠકમાં માત્ર એક જ ચૌધરી સમાજને ટીકીટ ફાળવી છે. જ્યારે અન્ય તમામ ૬ બેઠક ઉપર ક્ષત્રિય ઉમેદવારને પસંદ કરાયા છે. કલોલમાં પટેલ, ક્ષત્રિય અને એસસી ઉમેદવારો ઉપર પસંગીનો કળશ ઢોળ્યો છે. જ્યારે માણાસામાં પટેલ ક્ષત્રિય અને ઓબીસી સમાજને ટીકીટ ફાળવી છે. તાલુકા
પંચાયતમાં પણ આજ પ્રકારનો સિનારીયો જાેવા મળ્યો છે. તમામ સમાજને સાથે લઇને નિકળવાની વાતો માત્ર વાતો જ પુરવાર થઇ છે.

Download Our B K News Today App



Related News