દૂધ, ગાજર અને પાલક કરતાં વધુ આર્યન મોરિંગા છાશમાંથી મળે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 12:56:10
  • Views : 308
  • Modified Date : 2021-03-13 12:56:10

    સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ ,મુળ, ગુંદર, પાન, ફુલ,શીંગ,અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. ત્યારે આણંદ કૃષિ યુનિ. સંચાલિત શેઠ મ.છ.ડેરી વિજ્ઞાન કોલેજના વૈજ્ઞાનિક ડો.સુનિતા પિન્ટો અને ડો. શ્રીજા અને તેમની ટીમ દ્વારા સરગવાનો ઉપયોગ કરી મોરિંગ છાશ તેમજ ગ્રીક યોગર્ટનું સંશોધન કરાયું છે.આણંદ કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકો દ્વારા આ જ સરગવામાંથી સ્વાદીષ્ટ મોરિંગા છાશ તેમજ ગ્રીકયોગર્ટ સંશોધન કરી સ્વાદના રશીયા અને સ્વાસ્થય અંગે સજાગ લોકો માટે અેક વિશિષ્ટ વાનગીનું સંશોધન કર્યું છે.આ અંગે આણંદ કૃષિ યુનિ.ની સંચાલિત શેઠ મ.છ.ડેરી વિજ્ઞાન કોલેજના આચાર્ય,ડૉ.જે.બી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ડેરી સાયન્સ કોલેજમાં છેલ્લા ઘણા સમયથી સરગવાની શીંગોનો દૂધની વિવિધ વાનગીઆેમાં ઉપયોગ કરી સંશોધન કરવામાં આવી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરગવાની શીંગોમાં સરગવા યુક્ત છાશમાં દૂધ કરતાં 17 ગણું કેલ્શીયમ, ગાજર કરતાં 10 ગણું વીટામીન, ગાજર કરતાં 25 ગણું વીટામીન, તેમજ પાલક કરતાં 25 ગણું આર્યન મળે છે. સ્વાસ્થય માટે ખુબ જ ઉપયોગી છે.પ્રાકૃતિક ગુણોથી ભરપૂર સરગવો એટલા જ ઔષધીય ગુણોથી ભરપૂર છે કે તે અનેક બીમારીઓમાંથી મુક્તિ આપવવામાં મદદરૂપ છે. આથી આણંદ કૃષિ યુનિ. સંચાલિત અનુભવ ડેરી દ્વારા સંશોધન બાદ સરગવાયુક્ત છાશ તેમજ યોગર્ટને બજારમાં મુકાયું છે.

    સરગવા યુક્ત છાશએ વિટામિન સી, વિટામિન એ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને ફાઇબરનો સારો સ્રોત છે. સ્ટાર્ટર કલ્ચર દ્વારા આથો આવવાને કારણે છાશ અનેક આરોગ્ય સંબંધિત લાભ આપે છે. ખનીજ તત્વો શરીરના આયનીય સંતુલન જાળવે છે.જે ચેતા,સ્નાયુ અને માનસિક કર્યો માટે આ સંતુલન આવશ્યક છે. સરગવા યુક્ત ગ્રીક યોગર્ટને સ્ટાર્ટર કલ્ચર દ્વારા આથો આવવાને કારણે અનેક આરોગ્ય સંબંધિત લાભ આપે છે. તેમાં કેલ્શિયમની જૈવઉપલબ્ધતા અને પ્રોટીનનું પાચન વધુ સરળતાથી થાય છે.તેનો ઉપયોગ બ્રેડ સ્પ્રેડ અને ચિપ ડિપ્સ તરીકે થઈ શકે છે.


Download Our B K News Today App



Related News