ખેડાના માતર પંથકમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-06 15:07:27
  • Views : 100
  • Modified Date : 2023-07-06 15:07:27

 હવામાન વિભાગની  આગાહી અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ખેડા જિલ્લાના માતર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લામાં ગઇકાલે રાતથી વરસાદી માહોલ છે. માતર પંથકમાં ભલાડા, પરિયેજ, સિંજીવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. આ તમામ સ્થળોએ એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.ખેડા જિલ્લાના નડિયાદમાં પણ ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા ચોતરફ પાણી પાણી થઇ ગયુ છે. નડિયાદ પૂર્વ અને પશ્ચિમ જોડતા ચારેય ગરનાળામાં પાણી ભરાયા છે. શ્રેયસ ગરનાળા, ખોડિયાર ગરનાળામાં પાણી ભરાયા છે. માઈ મંદિર ગરનાળા, વૈશાલી ગરનાળામાં પાણી ભરાયા છે. મહેમદાવાદમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. વસો, ખેડા, મહુધા તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.

Download Our B K News Today App



Related News