ડીસાની એન્જલ્સ સ્કૂલના 500થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભવિષ્યના ભારત વિષય પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને પત્ર લખ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-16 13:05:08
  • Views : 211
  • Modified Date : 2021-12-16 13:05:08

સામાન્ય રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દિનચર્યા અતિ વ્યસ્ત રહે છે, પણ બહુ ઓછા લોકોને એની જાણકારી હશે કે જ્યારે તેમને તક મળે છે, ત્યારે તેઓ પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય ફાળવીને લોકોના પત્રો અને તેમના સંદેશાઓનો જવાબ આપે છે... ત્યારે આજરોજ ડીસાની એંજલ્સ સ્કૂલ ખાતે ૫૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો જેમાં વર્તમાન ભારતમાં રહેલી ક્ષતિ અને ભવિષ્યનું ભારત કેવું હોવું જોઈએ તે વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓએ પત્રમાં વિવિધ મુદ્દાઓને લઇ પોતાના વિચારો રજૂ કર્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારત દેશને શ્રેષ્ઠ નેતાને બદલે માત્ર રાજકારણીઓ જ મળ્યા છે ભારત દેશમાં રેપ અને આત્મહત્યા જેવા બનાવો અટકવાનું નામ લેતા નથી..ભારત દેશમા વિકાસ થાય છે પરંતુ એ વિકાસનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચતો નથી..ત્યારે ભવિષ્યના ભારતમાં સમાનતા તેમજ તમામને સારો લાભ અને આદર્શ ભાઈચારાની ભાવના સાથે દેશનો વિકાસ થાય તે બાબતે વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો શાળાના આચાર્ય ઉપાસના બેન સોનેજી તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું

Download Our B K News Today App



Related News