રોટરી ક્લબ અને રોટરેક્ટ ક્લબ ઓફ ડીસા દ્વારા પક્ષી બચાઓ મહા અભિયાનમાં 50થી વધુ પક્ષીઓનું રેસક્યું કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-16 12:30:42
  • Views : 330
  • Modified Date : 2022-01-16 12:30:42

રોટરી ક્લબ અને રોટરેક્ટ ક્લબ ઓફ ડીસા દ્વારા પક્ષી બચાઓ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં 52 પક્ષીઓનું રેસક્યું કરવામાં આવ્યું હતું..

આપણી બે મિનિટની મજા કોઈના માટે આખી જીંદગીની સજા બને,.. ઉતરાયણ ઉપર આપણી ખુશીના કારણે કોઈના જીવનમાં અંધકાર ના ફેલાય અને આપણા કારણે કોઈપણ પક્ષીને કોઈ પ્રકારનું કોઈ નુકસાન ના થાય તે માટે રોટરી ક્લબ અને રોટરેક્ટ ક્લબ ઓફ ડીસા દ્વારા પક્ષી બચાઓ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું..

ઉત્તરાયણ પર્વ પર ધારદાર દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે. ખુલ્લા આકાશમાં વિહરતા પક્ષીઓ માટે ક્યારેક ધારદાર દોરી પ્રાણઘાતક પણ સાબિત થાય છે. ત્યારે ઉત્તરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓને બચાવવા માટે રોટરી કલબ અને રોટરેક્ટ ક્લબ ઓફ ડીસા દ્વારા ખાસ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે...જેમાં પક્ષીઓ માટે પ્રાથમિક ઉપચાર તેમજ ઓપરેશન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે...

છેલ્લા 5 વર્ષથી પક્ષી બચાઓ મહા અભિયાનનું આયોજન કરવામાં આવે છે..જેમાં વર્ષે કુલ 52 પક્ષીઓનું રેસક્યું કરવામાં આવ્યું હતું..જેમાંથી કેટલાક પક્ષીઓને સફળ બાદ ઉડાડવામાં આવ્યા છે જ્યારે કેટલાકને પાંજરાપોળ ખાતે પણ મૂકવામાં આવ્યા છે..જ્યારે 30 પક્ષીઓની હજુ સુધી સારવાર ચાલુ છે..અને સારવાર બાદ જે પક્ષી સંપૂર્ણ સ્વસ્થ હસે તેમણે ઉડાડવામાં આવશે અને અન્ય પક્ષીઓને વધુ સારવાર માટે આગળ મૂકવામાં આવશે..

દર વર્ષે રોટરી ક્લબ અને રોટરેક્ટ ક્લબ ઓફ ડીસા દ્વારા પક્ષી બચાઓ અભિયાનનું આયોજન કરવામાં છે ત્યારે ઉત્તરાયણ પર્વ પર પતંગ ઉડાડી મૂંગા પક્ષીઓની સારવાર કરવી પણ એક પુણ્યનું કામ છે...ત્યારે આવનાર ઉત્તરાયણ પર્વ પર ચાઈના દોરીનો ઉપયોગ ઘટાડી મૂંગા પક્ષીઓનું વિચારી પક્ષીઓની જાન બચાવી જોઇયે તેવી  રોટરી ક્લબ અને રોટરેક્ટ ક્લબ ઓફ ડીસા દ્વારા અપીલ  કરવામાં આવી હતી..

 

Download Our B K News Today App



Related News