રાજ્યમાં અનરાધાર વરસાદના પગલે 207 ડેમમાં 44 ટકા કરતા વધારે પાણી ભરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-02 15:15:04
  • Views : 85
  • Modified Date : 2023-07-02 15:15:04

ચોમાસાની શરુઆતથી રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ગુજરાતના 207 ડેમ 44 ટકા કરતા વધારે ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમ 47 ટકા કરતા વધુ ભરાયા છે.જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમ 31 ટકા કરતા વધુ ભરાયા છે. તો આ બાજુ દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35 ટકા કરતા વધારે પાણી ભરાયા છે. જ્યારે કચ્છના 20 ડેમ 51 ટકા કરતા વધારે ભરાયા છે. સૌરાષ્ટ્રના 141 ડેમ 45 ટકા જેટલા ભરાયા છે. તો બીજી તરફ સરદાર સરોવર ડેમમાં 54 ટકા કરતા વધારે પાણી ભરાયા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 205 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ વલસાડના ધરમપુરમાં  9 ઈંચ પડ્યો છે. તો કપરાડા, પારડી અને નવસારીના ખેરગામમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ જૂનાગઢના વિસાવદરમાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 7.5 ઈંચ વરસાદ પડ્યો છે.

 

Download Our B K News Today App



Related News