દિલ્હીમાં સતત બીજા દિવસે 300થી વધુ કેસ નોંધાયા; 15 રાજ્યોમાં સાજા થતાં દર્દીઓ કરતાં વધુ નવા દર્દીઓ સામે આવી રહ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 17:07:51
  • Views : 206
  • Modified Date : 2021-03-07 17:07:51

    દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર પછી હવે દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. અહીં સતત બીજા દિવસે 300થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. શનિવારે અહીં 321 કોરોનાના કેસ મળી આવ્યા હતા. જ્યારે, શુક્રવારે 312 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. જો એક્ટિવ કેસની વાત કરીએ તો, છેલ્લા 6 દિવસમાં અહીં 444 એક્ટિવ કેસ વધી ગયા છે, એટલે કે,દર્દીઓની સારવાર ચાલી રહી છે.

    બીજી તરફ છેલ્લા 24 કલાકમાં દેશના 15 રાજ્યોમાં કોરોનામાંથી સાજા થયેલા લોકો કરતાં વધુ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં પણ સતત બીજા દિવસે 10,000થી વધુ નવા કેસ મળી આવ્યા છે. જ્યારે, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તામિલનાડુ અને મધ્યપ્રદેશમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં 18 હજાર 684 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 14 હજાર 338 લોકો સાજા થયા અને 98 લોકોનાં મૃત્યુ પામ્યા. અત્યાર સુધી 1 કરોડ 12 લાખ 10 હજાર લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. તેમાંથી 1 કરોડ 8 લાખથી વધુ લોકો સાજા થયા છે, જ્યારે 1 લાખ 57 હજાર 791 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1 લાખ 81 હજાર 644 દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

    તિબેટીયન બૌદ્ધ ધર્મ દલાઈ લામાએ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ રસી લીધો હતો. અહીંની ઝોનલ હોસ્પિટલમાં વેક્સિન લગાવાયા બાદ દલાઈ લામાએ ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો. તેમણે જનતાને પણ વેક્સિન લગાવવાની અપીલ કરી હતી.

    કોરોના વાયરસથી સમગ્ર દેશમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. અત્યાર સુધી 240 દર્દીઓની ઓળખ થઈ છે, જેમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવ્યો છે. આ નવો સ્ટ્રેન ખૂબ જ જોખમી અને ઝડપથી ફેલાનાર છે. યુકે, બ્રાઝિલ અને અમેરિકા તેની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. હવે જે લોકોનો વિદેશ જવાનો કોઈ ઇતિહાસ નથી, તેઓમાં પણ આ નવ સ્ટ્રેનથી સંક્રમણ મળી રહ્યું છે.મધ્યપ્રદેશના ઈંદોરમાં વાઇરસના નવા સ્ટ્રેને દેખા દીધી છે. નોડલ કોવિડ ઓફિસર અમિત માલાકરે જણાવ્યું હતું કે 20 ફેબ્રુઆરીએ 106 નમૂનાઓમાંથી દિલ્હી તપાસ માટે મોકલવામાં આવેલા હતા જેમાંથી 6માં યુ.કે.વાળા સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. આ દર્દીઓમાં 10 થી 15 ફેબ્રુઆરીની વચ્ચે સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી હતી. આમાંથી કોઈ પણ દર્દીનો વિદેશ આવવા-જવાનો કોઈ જ ઇતિહાસ નથી.

Download Our B K News Today App



Related News