૨૦થી વધુ ગામોને જોડની ભીલડી નજીકની સોયલા રેલવે ફાટક વારંવાર બંધ રહેતા ટ્રાફિકજામથી પ્રજા ત્રસ્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-09 11:48:29
  • Views : 295
  • Modified Date : 2021-06-09 11:48:29

     ડીસા તાલુકાના વેપારી મથક ગણાતા ભીલડી શહેરને ૨૦ થી વધુ ગામોને જોડતા રસ્તા પર આવેલી સોયલા રેલવે ફાટક મુસાફરો વાહનચાલકો સહિત આમ પ્રજાજનો માટે માથાનો દુખાવો બની ગઈ છે..રેલવે જંકશનથી નજીક આવેલી અને રેલવેની ત્રણ લાઇનો હોવાથી સતત માલગાડીઓની અવર જવરના કારણે અવારનવાર ફાટક બંધ રહે છે જેથી વાહનચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે ઘણી વખત તો બે ટ્રેન કે માલગાડીની આવન-જાવનથી મુસાફરોને કલાકો સુધી ગરમીમાં શેકાવાનો વારો આવતા ત્રાહિમામ પોકારી ઉઠે છે...ટ્રેન કે માલગાડી ગયા પછી પણ ફાટક ખોલવામાં થતો વિલંબ અસહ્ય થઈ પડે છે તેમાં પણ ઇમરજન્સી કેસના બિમાર દર્દીનુ તો આવી જ બનતું હોય છે જેના કારણે  પાંચથી પણ વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે હાલમાં રેલવેની ત્રિપલ લાઇન શરૂ થતા માલગાડી અને ટ્રેનોની સંખ્યા પણ વધી રહી છે જેથી આમ પ્રજાને હાડમારીમાં પણ વધારો થયો છે..વર્ષોથી ઓવરબ્રિજ બનાવવા જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા અનેકવાર વારંવાર રજૂઆત કરેલ છે પરંતુ આજ સુધી ફાટકના પ્રશ્નનું નિરાકરણ થયુ નથી.

     બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલે પોતાના રસ્તા પરનો ગોઢા ફાટક પર રૂપિયા ૭૫ કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કરાયો પરંતુ સોયલા ફાટકની વર્ષો જૂની માંગ સાંસદ ભૂલી જતા આ વિસ્તારના પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે...વર્ષોથી સોયલા ફાટકની સમસ્યાને લઇ અગાઉના સાંસદ હરિભાઈ ચૌધરી અને વર્તમાન સાંસદ પરબતભાઈ પટેલને પણ રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ નિરાકરણ ન આવતા પ્રજાજનોને ભીલડી વિસ્તારની નબળી નેતાગીરીનો અનુભવ થઈ રહ્યો છે..રાધનપુર હાઇવેથી થરાદ હાઈવેને જોડતા આ રસ્તા ઉપર ૨૦થી વધુ ગામો આવેલા છે જેના કારણે સતત વાહનોની અવરજવર રહે છે પરંતુ અવારનવાર ફાટક બંધ હોવાથી વાહનચાલકોને મોટી મુશ્કેલી પડી રહી છે જેને લઈને ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની તાતી જરૂર જણાઈ રહયી છે.

Download Our B K News Today App



Related News