બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન બાદ ફરીથી તમામ માર્કેટયાર્ડ આજથી ખુલતા ખેડૂતોના ચહેરા પર આવી ખુશી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-23 11:48:04
  • Views : 269
  • Modified Date : 2021-05-23 11:48:04

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિના દરમિયાન કોરોનાવાયરસ ની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ કોરોનાવાયરસ ની મહામારીમાં અનેક લોકો સંક્રમિત થયા હતા અને અનેક લોકો મોતને ભેટયા હતા. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના તમામ તાલુકાઓમાં લોકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું હતું તેના કારણે લોકોની અવરજવર ઘટે અને કોરોનાવાયરસ ના કેસો પણ ઓછા થાય તો બીજી તરફ ખેડૂતોની સૌથી વધુ અવરજવર ખેતીવાડી ઉત્પન્ન બજાર માર્કેટયાર્ડમાં હોય છે જેના કારણે રોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના માલની હરાજીમાં હોય છે જેના કારણે સંક્રમણ વધવાની શક્યતાઓ વધારે જોવા મળતી હતી આ પરિસ્થિતિમાં ખેડૂતોનું સંક્રમણ વધે નહીં તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા 25 દિવસ સુધી બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ બંધ રહ્યા હતા.

    બનાસકાંઠા જિલ્લામાં બધા જતા કોરોનાવાયરસ ના કહેર વચ્ચે તમામ માર્કેટયાર્ડ 25 દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ હવે ધીરે-ધીરે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસ માં ઘટાડો થતા હવે ધીમે ધીમે સરકાર દ્વારા તમામ ધંધા રોજગારો ફરીથી ખોલવા માટે સૂચનાઓ આપવામાં આવી છે જે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડ સવારે 9 થી બપોરે ત્રણ વાગ્યા સુધી માર્કેટયાર્ડ ખોલવામાં આવ્યું હતું.માર્કેટયાર્ડ ખુલતાની સાથે વેપારીઓ દ્વારા બાજરી રાજગરો એરંડા જેવા પાકની હરાજી શરૂ કરવામાં આવી હતી પ્રથમ દિવસે છે માત્ર 10 થી 15 ખેડૂતો પોતાનો માલ લઈને હરાજીમાં જોડાયા હતા ત્યારે ચોક્કસથી કહી શકાય કે હજુ પણ કોરોનાવાયરસ ના કહેરના કારણે ખેડૂતો મોટીસંખ્યામાં પોતાનો માલ લઈને આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News