છેલ્લા 24 કલાકમાં 23 હજારથી વધુ દર્દીઓ મળ્યા, તેમાંથી 61% માત્ર મહારાષ્ટ્રમાં, નાગપુર અને પુણેમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 13:34:05
  • Views : 232
  • Modified Date : 2021-03-12 13:34:05

    દેશમાં કોરોના સંક્રમિતોના આંકડા સતત ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23298 નવા દર્દી મળ્યા છે. 15072 દર્દી સાજા થઈ ગયા છે, જ્યારે 119નાં મોત થયાં છે. નવા દર્દીઓમાં સૌથી વધુ 14317 મહારાષ્ટ્રમાં મળ્યા છે. એ કુલ સંક્રમિતોના લગભગ 69.4 ટકા છે. મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ પુણે(2811) અને નાગપુર(2150)માં પ્રકાશમાં આવ્યા છે.

    ગુરુવારે એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 9555નો વધારો થયો છે. એ 16 સપ્ટેમ્બર પછી સૌથી વધુ છે. ત્યારે 13781 એક્ટિવ કેસ વધ્યા હતા. દેશમાં અત્યારસુધીમાં 1.13 કરોડ લોકો આ બીમારીનો ભોગ બની ચૂક્યા છે. તેમાંથી 1.09 કરોડ સાજા થયા છે. 1.58 લાખનાં મોત થયાં છે, જ્યારે 1.95 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.મહારાષ્ટ્રમાં જાલના જિલ્લામાં 2 હેલ્થવર્કર વેક્સિનના બંને ડોઝ લીધા પછી કોરોના પોઝિટિવ આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે વેક્સિન લીધા પછી બંનેમાં કોરોનાનાં હલકાં લક્ષણ જોવા મળ્યાં. તેમનાં સેમ્પલની તપાસ કરવામાં આવી તો બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એડિશનલ સિવિલ સર્જન પહ્મજા સરાફે કહ્યું હતું કે બંને ડોઝ લીધા પછી 42 દિવસ પછી શરીરમાં એન્ટિબોડી ડેવલપ થાય છે. આ કારણે વેક્સિન લગાવ્યા પછી કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.

    પંજાબના પટિયાલા જિલ્લામાં 11 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવશે. એની શરૂઆત 12 માર્ચે થશે. આ દરમિયાન ઈમર્જન્સી સર્વિસ, સરકાર અધિકારીઓ અને મેડિકલ સર્વિસ સાથે જોડાયેલા લોકોને છૂટ રહેશે.જલંધરના ડેપ્યુટી કમિશનરે તમામ મેરેજ હોલ, હોટલ અને બેન્કવેટ હોલને પોતાના ત્યાં થનારા પ્રોગ્રામના CCTV ફૂટેજ સંભાળીને રાખવાના આદેશ આપ્યા છે, જેથી કોરોનાના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધોના પાલન પર નજર રાખી શકાય.મુંબઈના BKC જંબો વેક્સિનેશન સેન્ટરમાં ગુરુવારે 150 NSG કમાન્ડોને વેક્સિન લગાવવામાં આવી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબેનને ગુરુવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. PMએ સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની માહિતી આપી છે.ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનના ઈમર્જન્સી યુઝની મંજૂરી મળી ગઈ છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી(SEC)એ તેની પર લાગેલી ક્લિનિકલ ટ્રાયલની શરતને પણ હટાવી દીધી છે. SECએ ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI)ને તેની ભલામણ મોકલી છે.જો કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલને શરતમાંથી બહાર કરવામાં આવે છે તો લોકોએ તેને લેવા માટે સહમતી પત્ર આપવું પડશે નહિ.

Download Our B K News Today App



Related News