ડીસા ના રાનેર ગામના 200 થી વધુ વિદ્યાર્થીઓ અને મુસાફરો એક જ બસમાં ઘેટાં બકરા ની જેમ ભરાઈને અભ્યાસ માટે આવવા મજબૂર બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-29 11:14:58
  • Views : 248
  • Modified Date : 2022-07-29 11:14:58

 

ગુજરાત સરકારે ભલે સલામત સવારી એસટી હમારી ના બણગા ફૂંકતી હોય પરંતુ બનાસકાંઠા ના  ગ્રામ્ય વિસ્તારમાં વાસ્તવિકતા કંઈક અલગ છે. ડીસા ના રાનેર ગામના 200 થી વધુ વિદ્યાર્થીઓ અને મુસાફરો એક બસમાં ઘેટાં બકરા ની જેમ ભરાઈને અભ્યાસ માટે આવવા મજબૂર બન્યા છે કંટાળેલા વિદ્યાર્થીઓએ બસ સુવિધા માટે આજે નાયબ કલેક્ટર કચેરી આગળ હંગામો મચાવ્યો હતો

 

ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે દર વર્ષે વિવિધ યોજનાઓ થકી ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ પૂરી કરવામાં આવે છે પરંતુ આજે પણ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શહેરી વિસ્તારમાં આવવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પરિવહન વિભાગ દ્વારા સરળતાથી અભ્યાસ અર્થે બસ દ્વારા આવી શકે તે માટે બસોની સુવિધા પૂરી પાડવામાં આવી છે પરંતુ આજે પણ ડીસા તાલુકાના એવા અનેક ગ્રામીણ વિસ્તારો છે કે જ્યાં બસની સુવિધાઓ મળવાના કારણે વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી બસોમાં 50 મુસાફરની જગ્યાએ 100 થી પણ વધુ મુસાફરો કરવામાં આવી રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે પહોંચવા માટે ભારે હાલાકી નો સામનો કરવો પડે છે ત્યારે ડીસા તાલુકાના ગામના રાનેર ગામના 200 થી પણ વધુ વિદ્યાર્થીઓ બસ ના અભાવે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી વહેલી સવારે એકમાત્ર બસ હોવાના કારણે સવારના સમયે રાનેર થી અભ્યાસ માટે આવતા 200 થી પણ વધુ વિદ્યાર્થીઓ અને મુસાફરો એક બસમાં ઘેટાં બકરાની જેમ ભરાઈને અભ્યાસ માટે આવવા મજબુર બન્યા છે અંગે વિદ્યાર્થીઓએ વારંવાર ડીસા એસટી વિભાગથી લઈ પાલનપુર કચેરી સુધી રજૂઆત કરી હતી તેમ છતાં પણ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં આવતા આખરે કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે નાયબ કલેક્ટર કચેરી આગળ હંગામો મચાવ્યો હતો વહેલી સવારે અભ્યાસ માટે જવાને બદલે આજે વિદ્યાર્થીઓ નાયબ કલેક્ટર કચેરી આગળ ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી બસ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી . . .

 

Download Our B K News Today App



Related News