બાળકોનો જીવ જોખમમાં મુકનાર 146થી વધુ સ્કૂલ વાન કરાઈ ડિટેન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-03 14:57:25
  • Views : 69
  • Modified Date : 2024-02-03 14:57:25

વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. બાળકોનો જીવ જોખમમાં મુકતા સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં 146 થી વધુ સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષાને ડિટેઈન કરવામાં આવ્યા છે.   હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. ત્યારે વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. બાળકોનો જીવ જોખમમાં મુકતા સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં 146થી વધુ સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષાને ડિટેઈન કરવામાં આવ્યા છે. તેમજ નિયત મર્યાદાથી વધુ બાળકો બેસાડનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ,ઓવર સ્પીડ વાહનો પણ ડિટેઈન કરવામાં આવે છે. આવનારા દિવસોમાં પણ આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશનારા ભારે વાહનો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.બીજી તરફ  VMC સંચાલિત 4 અતિથિ ગૃહ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અતિથિ ગૃહનું બાંધકામ એટલુ જર્જિત થઈ ગયુ છે કે ત્યાં રહેવુ પણ જોખમ ભર્યુ છે. જેના પગલે આ અતિથિ ગૃહને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રેમાનંદ હોલ પણ જર્જરિત હોવાથી બંધ કરવામાં આવ્યો.બીજી તરફ પ્રસંગોપાત અતિથિ ગૃહ બુક કરાનારાઓની હાલત કફોડી થઈ છે. બુકિંગ રદ કરાયેલા લોકો માટે કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે છે.

Download Our B K News Today App



Related News