રાજ્યમાં 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-18 15:45:35
  • Views : 108
  • Modified Date : 2023-06-18 15:45:35

બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં દાંતામાં 7 ઈંચ અને ધાનેરામાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે.જ્યારે દાંતીવાડા અને પાલનપુરમાં પણ 6-6 ઇંચ વરસાદ વરસ્યો છે. ડીસામાં સાડા 5 ઇંચ અને દિયોદરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના પોશીનામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો બીજી તરફ પાટણના સાંતલપુરમાં સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાધનપુરમાં 5 ઈંચ અને સિદ્ધપુરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

Download Our B K News Today App



Related News