ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજ પાસે ૧૦૦થી વધુ ઇન્ટર ડોકટરો હડતાળ પર ઉતર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-15 12:50:05
  • Views : 313
  • Modified Date : 2021-07-15 12:50:05

     સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજ પાસે ઇન્ટર ડોકટરો હડતાળ પર ઉતર્યા હતા. કોરોનાની મહામારીમાં સરકારે ઇન્ટર ડોકટરોને વધારાનું ૫૦૦૦ કોવિડ ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી.પરંતુ અમુક સેન્ટરો પર એ રકમ સરકારે નથી ચૂકવી.  જેને લઈને ગતરોજ ગાંધીનગરના ઇન્ટર ડોકટરો હડતાલ પર ઉતર્યા હતા. જ્યાં સુધી તેમને આ રકમ નહી મળે અને સરકાર લેખિતમાં નહીં આપે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. ખાસ વાત કરવામાં આવે તો કોરોનાની બીજી લહેર વખતે પણ ઇન્ટર ડોકટરો હડતાળ પર ઉતર્યા હતા. સ્ટાઈપન્ટ વધારવાના મુદ્દા પર જાેકે સરકારે વચગાળાનો ર્નિણય કરી કોવિડમાં વધારાના ૫૦૦૦ આપવાની જાહેરાત  એપ્રિલ મહિનામાં કરી હતી. પરંતુ હજુ સુધી ઘણા સેન્ટરોના ઇન્ટર  ડોકટરને આ રકમ મળી નથી. જેને પગલે ગતરોજ ગાંધીનગરના ઇન્ટર ડોકટરોએ દેખાવો કર્યા હતા. મોટાભાગની ગવર્મેન્ટ મેડિકલ કોલેજને આ ભથું મળી ગયું છે. તેમજ વલસાડ અને સોલામાં હજુ આ રકમ નથી મળી અને ઉપરથી એવી રજુઆત થાય છે કે અમને ગ્રાંટ મળી નથી. આજથી વલસાડ અને સોલાના ઇન્ટર ડોકટરો  હડતાળ કરશે તેમજ ગાંધીનગરમાં લગભગ ૧૦૦થી વધુ ઇન્ટર ડોકટરો હડતાળ પર ઉતર્યા હતા.

Download Our B K News Today App



Related News