ડીસાના જલારામ મંદિર ખાતે માનવ સેવા સંગઠન દ્વારા 10,000થી વધુમાટીના કુંડા, માળા અને બર્ડ ફિડરનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-28 11:58:16
  • Views : 236
  • Modified Date : 2022-03-28 11:58:16

ડીસાના જલારામ મંદિર ખાતે માનવ સેવા સંગઠન દ્વારા 10,000થી વધુમાટીના કુંડા, માળા અને બર્ડ ફિડરનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમ યોજાયો

ડીસામાં કાર્યરત માનવ સેવા સંગઠન દ્વારા દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાં જ પક્ષીઓ માટે કુંડા, બર્ડ ફિડર અને પક્ષીઓના માળાઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.. ત્યારે ડીસાના જીવદયા પ્રેમીઓએ આજે જે ઉત્સાહ દર્શાવ્યો તે જોતાં આ વિતરણનો કાર્યક્રમ ગણતરીના કલાકોમાં જ સંપન્ન થઈ ગયો હતો......

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળામાં જે રીતે માનવીઓને તરસ લાગે છે તેવી જ રીતે પક્ષીઓને પણ તરસ લાગતી હોય છે. માનવી તો ગમે તે રીતે પીવાના પાણીની વ્યવસ્થા કરી દેતો હોય છે.. પરંતુ પક્ષીઓ તરસથી આમ તેમ ભટકતા હોય છે.. ત્યારે ડીસામાં કાર્યરત માનવ સેવા સંગઠન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પક્ષીઓ માટે કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે.. આ ઉપરાંત હવેથી પક્ષીઓને ચણ માટે બર્ડ ફિડર અને પક્ષીઓના માળાઓનું પણ વિતરણ કરવામાં આવે છે. ત્યારે આજે એકવાર ફરી ડીસાના જલારામ મંદિર ખાતે માનવ સેવા સંગઠન દ્વારા ૫૦૦૦ માટીના કુંડા, ૩૦૦૦ માળા અને ૨૦૦૦ બર્ડ ફિડરનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.. પરંતુ ડીસાની જીવદયા પ્રેમી દ્વારા આજે પક્ષી સેવાને લઈ જબરજસ્ત ઉત્સાહ દર્શાવતા આ વિતરણનો કાર્યક્રમ માત્ર બે કલાકમાં સંપન્ન થઈ ગયો હતો.. માનવ સેવા સંગઠનના કાર્યકરોએ આજે લોકોને અપીલ કરતાં જણાવ્યુ હતું કે અબોલ પક્ષીઓ માટે લાગણી રાખવા સાથે તેમના આહાર, પાણી અને નિવાસ માટે પણ લોકોએ તકેદારી રાખવી જરૂરી છે....

 

Download Our B K News Today App



Related News