મોરબી તાલુકાના પીપળી પ્રદૂષણથી ગ્રામજનો ત્રસ્ત થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 18:15:34
  • Views : 397
  • Modified Date : 2019-11-11 18:15:34

છેલ્લા કેટલાક સમયથી પ્રદુશનનું પ્રમાણ વધતું જય રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના મોરબી તાલુકાનાં પીપળી ગામે આવેલી સોસાયટીની નજીકની ફેક્ટરીમાથી નીકળતા જેરી ધુમાડા સહિતના પ્રદુષણથી સ્થાનિકો પરેશાન થતાં જોવા મળી રહ્યા છે. જે બાબતે વારંવાર  રજૂઆત કરવા છતાં  ફર્ક ના પડતા સોસાયટીના પ્રમુખે જીપીસીબી અને પોલીસ સમક્ષ રજૂઆત કરી તેમજ મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ શ્રી ગજાનંદ પાર્ક સોસાયટીના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મોરબી કચેરી તેમજ તાલુકા પીએસઆઈને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, ગજાનંદ સોસાયટી સાત વર્ષ પહેલા નિર્માણ પામેલી છે. જેને અડીને સ્વેલકો સિરામિક કારખાનું આવેલ છે. જેના ધુમાડાના પ્રદુષણ મામલે અગાઉ પણ રજુઆતો કરી છે. જે ધુમાડાને પગલે સોસાયટીના રહીશો અને નાના બાળકોને સ્વાસ્થ્ય પર અસર થાય છે જેના કારણે લોકો  બીમારીનો ભોગ બનતા જોવા મળી રહ્યા છે. 

Download Our B K News Today App



Related News