મોરબી: કેરાળામાં ફાયરિંગનો મામલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-20 14:17:21
  • Views : 68
  • Modified Date : 2023-11-20 14:17:21

ગત 14 તારીખના રોજ રૈયાભાઈ છગનભાઇ ગોલતર પર ગોપાલભાઈ લાખાભાઈ બાંભવા અને લાખાભાઈ ગોરાભાઈ બાંભવાએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ મામલામાં ફરાર આરોપી લાખાભાઈ ગોરાભાઈ બાંભવાને બે દિવસ પૂર્વે નથુભાઈ ભગાભાઈ ગોલતર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ રસ્તામાં આંતરીને માર માર્યો હતો.ઇજાગ્રસ્ત લાખાભાઈ ગોરાભાઈ બાંભવાને પ્રથમ વાંકાનેર બાદમાં મોરબીથી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, અમદાવાદ ખાતે સારવાર દરમિયાન લાખાભાઈ બાંભવાનું મોત થતા મામલો હત્યામાં પલટાઈ ગયો હતો. વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News