મોરબી જિલ્લાના ખેડૂતોના બેહાલ : ટોલ ફ્રી નંબર નાટકરૂપ સાબિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 16:32:08
  • Views : 433
  • Modified Date : 2019-11-03 16:32:08

કુદરતી કે કુત્રિમ કોઈપણ પ્રકારની આફત આવે તો ખેડૂતોને રક્ષણ મળે તેના માટે ખેડુતો પાક વીમો લેતા હોય છે જોકે તાજેતરમાં મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકાની પડેલા કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના પાકોને મોટું નુકસાન થયું છે અને વીમા કંપની દ્વારા વીમા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે તે ટોલ ફ્રી નંબર ઉપર જ્યારે મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા કોલ કરવામાં આવે છે તો કોઇ રીપ્લાય મળતો નથી. જો કોલ લાગી જાય છે તો તેમા અંગ્રજીમા કેસટ વાગે છે જેથી ખેડુતો મુજાયા છે.મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા આ વર્ષે ચોમાસા દરમ્યાન મગફળી કપાસ સહિતના પાક લેવા માટે પોતાના ખેતરામોં વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે ચાલુ વર્ષે અતિવૃષ્ટિ થઈ હોવાના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું તો પણ કેટલાક ખેડૂતો ને થોડો ઘણો પાક આવે અને ઉપજની પણ થાય તેવી આશા અપેક્ષા હતી પરંતુ છેલ્લે ભાઈબીજના દિવસે પડેલા ભારે કમોસમી વરસાદના કારણે મોરબી જિલ્લાના મોટાભાગના તાલુકામાં કપાસ મગફળી સહિતના પાકોને નુકસાન થયેલ છે જેથી કરીને હવે આ ખેડૂતો વીમા કંપની અને સરકાર તરફથી મીટ માંડીને બેઠા છે કેમ કે ખેડૂતો દ્વારા ખેતરમાં ઉભા પાકને કોઈપણ રીતે નુકસાન થાય તો વીમા કંપની તરફથી વીમા મળે તેના માટે અગાઉ પ્રીમીયમ ભરવામાં આવેલા છે જો કે દર વખતની જેમ આ વખતે પણ વીમાકંપની દ્વારા ખેડૂતોને વિમો ન આપવો પડે તેના માટે નાટકો કરવામાં આવી રહ્યા હોય તેવો ઘાટ હાલમાં મોરબી જિલ્લામાં જોવા મળે છે. દરેક ખેતરમાં જઈને વીમા કંપની દ્વારા શા માટે સર્વેની કામગીરી કરવામાં આવતી નથી તે પ્રશ્ર્ન છે.મોરબી સહિત રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યા બાદ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લામાં માટે 1800 200 5142 નંબર ઉપર ખેડૂતોને ખેતીમાં કે પછી પાકમાં થયેલ નુકશાનીની ફરિયાદ કરવાની છે પરંતુ જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં થયેલ નુકશાનની વિગતો લખવા માટેનો પ્રયાસ કરે છે ત્યારે આ નંબર મોટાભાગે વ્યસ્ત આવે છે અથવા તો આ નંબર લાગતો જ નથી જેથી ખેડૂતો પોતાના ખેતરમાં થયેલ નુકસાનની વિગતો વિમા કંપની સુધી પહોંચાડી શકતા નથી આ ઉપરાંત જો ભાગ્ય કોઇપણ ખેડૂત નો ફોન વીમા કંપનીના ટોલ ફ્રી નંબર ઉપર લાગી જાય તો તેમાં કોઈપણ ઓપરેટર સાથે વાત થવાના બદલે કોમ્પ્યુટર રાઈઝ કેસટ ઇંગ્લિશમાં વાગતી હોય છે જેમાં એક નંબર દબાવો, બે નંબર દબાવો અને ત્રણ નંબર દબાવો આવું કહેવામાં આવતું હોય છે જે ગ્રામ્ય વિસ્તારના અભણ ખેડૂતોને પ્રોસિજર આવડતી ન હોવાના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં થયેલા નુકસાનની વિગતો તેમાં ભરી શકતા નથી અને જો કંપની દ્વારા હાલમાં ત્રણ દિવસની મુદત આપવામાં આવેલ છે તે સમયગાળા દરમિયાન ખેડૂતો પોતાના ખેતરમાં થયેલ નુકસાનની માહિતી અપલોડ નહીં કરી શકે તો તેઓને આ વીમા કંપની વીમો નહીં ચૂકવે તેવો પણ ઘાટ થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.
મોરબી શહેર કોંગ્રેસના માજી પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન રાજુભાઈ કાવર જણાવ્યું હતું કે હાલમાં મોરબી જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં મગફળી કપાસ સહિતના પાકોમાં નુકસાન થયેલ છે જેથી કરીને તેઓને નિયમ પ્રમાણે મળવાપાત્ર થતો વિમો મળવો જ જોઈએ જો કે વીમાકંપની દ્વારા જે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે તે ટોલ ફ્રી નંબર ઉપર મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા જ્યારે ફરિયાદ લખાવવા માટે ફોન કરવામાં આવે છે ત્યારે મોટા ભાગે કોઈ ખેડૂતોના ફોન લાગતો નથી જેથી ખેડૂતો પોતાના ખેતરોમાં થયેલ નુકશાની ફરિયાદ વીમા કંપનીમાં કરી શકતા નથી અને જો આવી જ રીતે દિવસો પસાર થતા રહે તો ત્યાર બાદ સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવાનું નાટક કરીને વીમાકંપની દ્વારા હર હંમેશની જેમ ખેડૂતો સાથે વધુ એક વખત અન્યાય કરવામાં આવે તેવી શક્યતા છે માટે સરકાર દ્વારા તેમજ વીમાકંપની દ્વારા દરેક ખેડૂત પોતાની પોતાના ખેતરની અંદર થયેલ નુકશાની અંગે ફરિયાદ નોંધાવી શકે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને ખાસ કરીને જે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે તેમાં જે અલગ-અલગ ઈંગ્લીશની કેસટ વગાડવામાં આવી રહી છે તે મોટાભાગના ખેડૂતોને સમજાતી ન હોવાના કારણે ગુજરાતીમાં તેઓને માહિતી મળે તે માટેની પણ યોગ્ય અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી તેઓએ માંગણી કરેલ છે.

Download Our B K News Today App



Related News