મોરારીબાપુએ નીલકંઠવર્ણી પર કટાક્ષ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 17:33:58
  • Views : 433
  • Modified Date : 2019-09-05 17:33:58

કથાકાર મોરારીબાપુના નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. મોરારીબાપુએ એક કથા દરમિયાન આડકતરી રીતે સ્વામિનારાયણ સંપ્રદાય પર કટાક્ષ કરતા નીલકંઠ અને નિલકંઠવર્ણી અંગે નિવેદન કર્યું હતું. જેમાં મોરારીબાપુએ કહ્યું હતું કે, ‘નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે. નીલકંઠનું છેતરામણુ રૂપ આવતુ જાય છે. જેમણે ઝેર પીધુ હોય તે નીલકંઠ કહેવાય. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન હોય.’

હરિભક્તોમાં દુઃખની લાગણી
જોકે મોરારીબાપુના આ નિવેદનથી સાધુ સંતો અને સ્વામિનારાયણના સાધુ સંતોમાં રોષની લાગણી ફેલાય છે. મોરારીબાપુના આ શબ્દોથી હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. આ નિવેદન પર સ્વામીનારાયણના સંતે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, શિવ-પાર્વતીને નીલકંઠવર્ણીએ વનમાં જમાડ્યા હતા. માર્કંડ ઋષિએ ભગવાન સ્વામિનારાયણના જન્મ સમયે આવી તેમના ચાર નામ પાડ્યા હતા.

Download Our B K News Today App



Related News