26 અને 27મીએ વરસાદનું જોર વધારે રહેશે : હવામાન વિભાગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 11:31:28
  • Views : 795
  • Modified Date : 2019-08-26 11:31:28

હવામાન વિભાગે ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સોમવારથી રાજ્યમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહી પહેલાં જ રવિવારે ગુજરાતના અમુક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 26 અને 27મીએ વરસાદનું જોર વધારે રહેશે.ખેડબ્રહ્મામાં આજે દિવસભર ઉકળાટ બાદ ફરી મેઘરાજા ની આગમન થયું હતું. ખેડબ્રહ્મામાં આજુબાજુના તમામ ગામડાંઓમાં ધોધમાર વરસાદ થયો હતો. વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. તો વરસાદ આવવાથી ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી હતી. મહિસાગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાનપુર, કડાણા, બાલાસિનોર અને લુણાવાડા ખાતે વરસાદી ઝાપટું પડ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. મોડાસા અને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો યાત્રાધામ શામળાજીમાં મેઘરાજા મહેરબાન થયા હતા. સાબરકાંઠાના વડાલી પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. ઈડરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. અને વિજયનગર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ આવતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.

અમરેલીમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ગીરના ચકરાવા, બાબરપરા સહિતનાં ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ગીરની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા હતા. દાહોદમાં પણ લીમડી, ડુંગરી, થાળા, સીમળખેડી, વરોડમાં વરસાદ વરસ્યો હતો.

Download Our B K News Today App



Related News