36 કલાકમાં બેસી જશે ચોમાસું, આ તારીખોમાં પડશે અતિભારે વરસાદ:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-24 16:59:41
  • Views : 99
  • Modified Date : 2023-06-24 16:59:41

રાજ્યમાં વાદળછાયા વાતાવરણને કારણે ગરમી અને બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યામાં ધોધમાર વરસાદ પડતાં ધરતી પુત્રોએ અખાત્રીજનું વાવણીનું મુહુર્ત પણ સાચવી લીધું છે. જો કે હવે ખેડૂતો કાગડોળે ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોઇ રહ્યાં છે. ત્યારે જૂનાગઢના હવામન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે. જે ખેડૂતો માટે રાહતરૂપ છે. તેઓએ જણાવ્યું કે ટૂંક સમયમાં જ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે. પ્રાપ્ત વિગત મુખ્ય જૂનાગઢના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઇને વરતારો કર્યો છે. તેઓએ જણાવ્યું કે રાજ્યમાં આગામી 24થી 36 કલાકમાં જ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસુ શરૂ થઇ જશે. આ દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડશે. ખાસ કરીને 26થી 30 જુન દરમિયાન દક્ષિણ અને મુધ્ય ગુજરાતમાં મેઘરાજા રીતસર ધમરોળશે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોને વરસાદ માટે રાહ જોવી પડશે, છૂટાછવાયા વરસાદ સિવાય આ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડવાની શક્યતાઓ ઓછી દેખાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાનાં આગમનના એંધાણને લઈને કે રાજ્યમાં ભાવનગર, વડોદરા, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના અનેક સ્થળોએ શુક્રવાર સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં ભારેથી અતિભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઇ ગયા છે અને રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે.

 

Download Our B K News Today App



Related News