ગુજરાતમાં ચોમાસું નિયત સમય કરતાં મોડુ બેસવાની સંભાવના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-02 17:11:43
  • Views : 105
  • Modified Date : 2023-06-02 17:11:43

ગુજરાતમાં ચોમાસું નિયત સમય કરતાં મોડુ બેસવાની સંભાવના છે. આમ તો 1 જૂને કેરળમાં વરસાદ થાય તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું સત્તાવાર એન્ટ્રી લે છે. જો કે, આ વખતે વરસાદી સિસ્ટમ પર વાવાઝોડું જોખમી સાબિત થાય તેવી સંભાવના છે. એટલે વરસાદી વાતાવરણ તો રહેશે, પરંતુ આ વાતાવરણ ચોમાસાનું નહીં હોય, તે વાવાઝોડાની અસર હશે.વાવાઝોડું અરબ સાગરમાં આકાર લઈ રહ્યું છે, જે 6 જૂને સક્રિય થવાની સંભાવના છે, જો તે કેરળથી ગુજરાતના પશ્ચિમ ભાગના સમુદ્રી કાંઠા તરફ આવે, રાજ્યમાં 15 જૂનને બદલે 25 જૂન બાદ થઈ શકે છે. ચોમાસાની સત્તાવાર એન્ટ્રી છે. વાવાઝોડુ ઓમાન તરફ ફંટાય તો પણ ચોમાસાની ગતિવિધી જૂનના છેલ્લા અઠવાડિયામાં જ શરૂ થશે.તો બીજી તરફ હવામાન વિભાગની પણ આગાહી છે કે, આગામી 24 કલાક રમિયાન વરસાદ વરસી શકે છે. જોકે, આ દરમિયાન સામાન્ય વરસાદ વરસે તેવું અનુમાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. તો હવામાન વિભાગે અમદાવાદમાં 1 જૂન અને 4 જૂન માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Download Our B K News Today App



Related News