ત્રણ દિવસ મધ્ય ગુજરાત ઉ.ગુજરાતમાં ભારે વર્ષાની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 12:15:10
  • Views : 891
  • Modified Date : 2019-08-27 12:15:10

હવામાન ખાતાએ આવતી કાલ મંગળવારથી ત્રણ દિવસ એટલે કે ગુરુવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપેલી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના મધ્ય ગુજરાતનો પણ સમાવેશ થાય છે. તેમજ ઉત્તર ગુજરાત, મહેસાણા, ખેડા, આણંદનો પણ સમાવેશ થાય છે.

બંગાળની ખાડીના વાયા ઓરિસ્સા અને ઝારખંડ ગુજરાત તરફ ફંટાયેલા લો પ્રેશરને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો હતો. ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સુરતના ઉમરપાડામાં 52 મી.મી. લેખે બે ઈંચ વરસાદ નોંધાયો હતો જયારે નવસારી અને જલાલપોરમાં અડધો ઈંચ લેખે 12 મી.મી. વરસાદ પડયો હતો

Download Our B K News Today App



Related News