માણસા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં દેખાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 11:35:18
  • Views : 240
  • Modified Date : 2021-03-10 11:35:18

દેશમાં સતત વધી રહેલી મોંઘવારી પેટ્રોલ-ડીઝલના ભાવ તેમજ ચૂંટણી વખતે ઇવીએમ મશીનથી થતી
ગેરરીતિ જેવા મુદ્દે આજે માણસા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રેલી નિશ્ચિત રૂટ પર નીકળે તે
પહેલાં જ પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી તમામને વીખેરી દીધા હતા. જેથી કોંગ્રેસના આગેવાનોએ સરકારના દમનકારી આ
પગલાને વખોડી લોકોને સરકાર સામે અવાજ ઉઠાવવા અપીલ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દેશમાં કૂદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારી અને દિનપ્રતિદિન વધી રહેલા
પેટ્રોલ-ડીઝલના ભાવ થી આમ નાગરિક ભારે પરેશાની ભોગવી રહ્યો છે તેવા સમયે સરકાર દ્વારા તેમાં કોઇ રાહત આપવામાં આવતી નથી અત્યારના સંજાેગોમાં દરેક વ્યક્તિ આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેવા સમયે આ કમરતોડ ભાવ વધારો દરેક ક્ષેત્રમાં તેમજ ઘર ના રસોડા સુધી અસર કરી રહ્યો છે અને તેનો વિરોધ કરવા માટે આજે માણસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ, માણસા વિધાનસભા યુથ કોંગ્રેસ અને માણસા તાલુકા ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા જન આક્રોશ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું તે માટે પૂર્વ ધારાસભ્ય બાબુસિંહ ઠાકોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગીરવતસિંહ ચાવડા, યુથ કોંગ્રેસ પ્રમુખ
પિયુષ પંચાલ મોંઘવારી ના વિરોધ ના બેનર પોતાના શરીર પર લટકાવી સાયકલ લઇ વિરોધ પ્રદર્શન સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને ત્યાં એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સાથે સવારે ૧૦ વાગ્યે નિશ્ચિત કરેલા રૂટ ઇટાદરા ચોકડી, એસટી ડેપો, મસ્જિદ ચોક, ટાવર થઈ ચંદ્રાસર સર્કલ અને
નગરપાલિકા કચેરી થઈ કાર્યાલય પરત જવા માટે મોંઘવારી અને ઇવીએમ મશીન હટાવો ના બેનરો સાથે સૂત્રોચ્ચારો કરતાં કાર્યાલયની બહાર નીકળ્યા તે સમયે જ
પોલીસે તેમને આગળ જતા રોક્યા હતા અને પક્ષના આગેવાનોની અટકાયત કરી રેલી નીકળે તે પહેલાં જ અટકાયત કરી હતી ત્યારે સરકાર અને પોલીસના આ વલણ સામે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સરકારના આમ જનતાના અવાજને દબાવી દેવાના આ પગલાને વખોડી મોંઘવારી અને ભાવ વધારાનો ભોગ બની રહેલા નાગરિકોને સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News