શક્તિપીઠ અંબાજીમાં મંદી અને મોંઘવારીની અસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-09 12:32:16
  • Views : 423
  • Modified Date : 2019-10-09 12:32:16

ગુજરાત અને દેશ ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મા હાલ તાજેતરમાંજ નવરાત્રી પર્વ પૂર્ણ થયો છે. નવલા નોરતાની પુર્ણાહુતી બાદ આખા દેશમાં દશેરા પર્વ ઉજવાય છે.  ત્યારે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં પણ વિજ્યા દશમી પર્વને લઈને વહેલી સવારથી જ ફાફડા અને જલેબીનું વેચાણ વિવિધ દુકાનોમાં થયુ હતું. પણ આ ૨૦૧૯ ના દશેરા પર્વમાં આ વખતે તમામ દુકાનો વાળાને મોંઘવારી અને મંદી નડી હતી અને વેચાણમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અંબાજીના બજારોમાં આવેલી વિવિધ નાસ્તાઓની દુકાનોમાં ફાફડા, જલેબી અને અન્ય ખાણી
પીણીની દુકાનોમાં ભીડ ઓછી જોવા મળી હતી. અને બહારથી આવેલા માઈ ભક્તો પણ ગત વર્ષ કરતા ઓછા જોવા મળ્યા હતા. આ વખતે બેસન અને બીજી વસ્તુઓના ભાવ આસમાને હોવાથી ફાફડા અને જલેબીના ભાવ પણ ગત વર્ષ કરતા થોડા વધુ રહ્યા હતા. વિવિધ દુકાનો વાળાએ પણ ગત વર્ષ કરતા ઓછા નાસ્તા બનાવ્યા હતા. આમ આ વખતે મોંઘવારી અને મંદી વેપારીઓને અને લોકોને નડી હતી.
આ બાબતે ફાફડા જલેબીના વેપારી દિલીપભાઈ જોષીએ જણાવ્યું હતું  કે આ વખતે અમે ૧૫૦ કિલો ફાફડા ૧૦૦ જલેબી  બનાવ્યા છે. ગત વર્ષે અમે ૩૫૦ કિલો ફાફડા અને ૨૦૦ કિલો જલેબી બનાવી હતી. પણ આ વખતે ઘરાકી ખુબ ઓછી છે અને અમને મંદી અને મોંઘવારી બેય નડી છે. આ વખતે અમે ફાફડા અને જલેબી ૩૦૦ રૂપિયા કિલોના ભાવથી વેચાણ કર્યા હતા. અમે જલેબી શુદ્ધ ઘીમાંથી બનાવી હતી.

Download Our B K News Today App



Related News