સરગાસણ, કુડાસણમાં ૩૦ દુકાન અને ૨ મોલને સીલ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-25 12:10:12
  • Views : 323
  • Modified Date : 2021-02-25 12:10:12

ગાંધીનગર મહાપાલિકામાં છેલ્લા બે મહિનાથી ફાયર એનઓસી વિના ચાલતા
શોપિંગ મોલ અને દુકાન, ઓફિસને સીલ મારવામાં આવ્યા હતા. એક મહિના કરતા વધુ સમયથી નોટીસ ફટકારી હોવા છતા અવગણના કરવામાં આવતી હતી. ત્યારે અટ્રીયા કોમ્પ્લેક્ષમાં આવેલા આમ આદમી પાર્ટીનુ કાર્યલાયને પણ સીલ કરાયુ હતુ. જેમાં ૩૦ દુકાન ઓફિસ અને બે મોલનો સમાવેશ થતો હતો.
રાજ્યમાં આગના બનાવો બાદ ફાયર વિભાગ દ્વારા ઢીલાશ રાખવામાં આવતી નથી. ફાયર એનઓસી વિના ચાલતા શોપિંગ મોલ અને બિલ્ડીંગની સિલીંગ ઝુબેશ હાથ ધરવામાં આવી છે. કોરોનામાં અનેક હોસ્પિટલમાં છીંડા સામે આવ્યા હતા. ત્યારે આ પ્રકારનો બનાવ પાટનગરમાં ના બને માટે ફાયર ઓફિસર મહેશ મોડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે આજે બુધવારે શોપિંગ મોલને સીલ કરતા દોડાદોડી થઇ ગઇ હતી. ફાયર ઓફિસર મહેશ મોડે કહ્યુ હતુ કે, શહેરમાં ફાયર એનઓસી વિના ધમધમતા બિલ્ડીંગમાં આગના બનાવ બને તો લોકોને બચાવવા મુશ્કેલ બની શકે છે. ત્યારે બે મહિના કરતા વધુ સમય પહેલા ફાયર એનઓસી વિનાના બિલ્ડીંગોને નોટીસ ફટકારી હતી. તેમ છતા વેપારીઓ દ્વારા કામગીરી કરવામાં નહિ આવતા આજે સીલીંગ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં સરગાસણમાં અટ્રીયામાં ૩૦ દુકાન અને ઓફિસ, વૃન્દ્રાવન ટ્રેડ સેન્ટરમાં મેપલ માર્ટ અને સિદ્ધાર્થ ઝોરીમાં બી માર્ટમાં ફાયર સિસ્ટમ નહિ હોવાથી સીલ કરાયુ હતુ.

Download Our B K News Today App



Related News