ડીસાના મોલ માલિકની દાદાગીરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 10:59:36
  • Views : 2990
  • Modified Date : 2020-02-19 10:59:36

ડીસાના એસ.સી.ડબ્લ્યુ.
પાસે આવેલ શુભ મોલના માલિક દ્વારા પોતાના મોલમાં કામ કરતા કર્મચારીને માર મારતા મામલો પોલીસ મથકે
પહોંચ્યો હતો અને આવા માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.
ડીસા શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી મારામારીની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસ અગાઉ ડુપ્લીકેટ બિયારણ બંધ કરાવવા જતા મારામારીની ઘટના બની હતી ત્યારે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. ડીસાના એસ.સી.ડબલ્યુ. સ્કૂલ પાસે આવેલ શુભ મોલમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા સેધાભાઈ બાબુભાઈને શુભ મોલના માલિક જીગરભાઈ મોદી દ્વારા અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવતો હતો. ત્યારે સેધાભાઈ ૧૫ તારીખના રોજ મોલની બહાર કંઈક કામ અર્થે જવાનું કહી પરત મોલ પર આવતા જીગરભાઈ મોદી દ્વારા સેધાભાઈને કંઈપણ કહ્યા વગર મોલના ધાબા પર લઈ જવામાં આવ્યો હતો. ત્યાં લઈ જઈ જીગરભાઈ સેધાભાઈ પર ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવાનું શરૂ કરી અને માર મારવાનું શરૂ કર્યુ હતુ. સેધાભાઈ દ્વારા જીગરભાઈ મોદીને મારવાનું બંધ કરવા માટે અનેકવાર કહેવામાં આવવા છતાં તેને છોડવામાં આવ્યો નહતો. જે બાદ સેધાભાઈ જેમ તેમ કરી અને જીગરભાઈની મારમાંથી છૂટી અને ત્યાંથી નીકળી ગયા હતા. બીજા દિવસે જ્યારે આ વાતની ખરાઈ કરવા માટે સેધાભાઈ અને તેમના મિત્રો ત્યાં પહોંચ્યા ત્યારે શુભ મોલના માલિક અને તેમના
પિતા દ્વારા આ તમામ લોકોને કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને જાણે જીગરભાઈ મોદીએ કંઈ કર્યુ જ ન હોય તેમ સેધાભાઈ અને તેમના મિત્રો
પર પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શુભ મોલના માલિક દ્વારા પોતાનું સત્ય છુપાવવા માટે મીડિયા સમક્ષ પણ જાણે કંઈ ઘટના બની જ ન હોય તેવું જણાવ્યું હતું.
ડીસા શહેર જાણે અસામાજિક તત્વોનું શહેર બની ગયું હોય તેમ એક પછી એક મારામારીની ઘટનાઓ બહાર આવી રહી છે. ત્યારે શુભ મોલના માલિક દ્વારા પોતાના મોલમાં ફરજ બજાવતા કર્મચારીને માર મારવામાં આવતા કર્મચારીએ પણ જીગરભાઈ મોદી સામે ન્યાય માટે ફરિયાદ નોંધાવી છે. અવારનવાર સેધાભાઈને હેરાન પરેશાન કરવામાં આવતા આખરે કંટાળીને સેધાભાઈ દ્વારા પોતાના માલિક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરંતુ હવે જોવાનું એ રહ્યુ કે આ મામલે હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે.

Download Our B K News Today App



Related News