ભૂકંપ, પૂર જેવી કુદરતી આપત્તિના સમયે કરવાની કામગીરી અંગે પાલનપુર કલેકટર કચેરી ખાતે મોકડ્રીલ યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 11:54:09
  • Views : 466
  • Modified Date : 2019-07-20 11:54:09

ભૂકંપ, પૂર, વાવાઝોડું વગેરે જેવી કુદરતી આપત્તિના સમયે જિલ્લા વહીવટી તંત્રએ કરવાની કામગીરીની ચકાસણી માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર સંદીપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી બી.એ. શાહની ઉપસ્થિતિમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી.     
કલેકટર ઓફીસ પાલનપુર, જન સેવા એજ પ્રભુ સેવા ગૃપ
પાલનપુર, ડીસ્ટ્રીક્ટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને એન. ડી. આર. એફ. (નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ મોકડ્રીલમાં કુદરતી આપત્તિ સમયે શું સલામતિ રાખવી, પ્રાથમિક સારવાર પધ્ધતિ, ફાયર સેફ્‌ટી, આગ લાગવાના સમયે શું સલામતિ રાખવી, ફાયર સેફ્‌ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવા તેની  તાલીમ આપી કર્મચારીઓને સજ્જ કરવામાં આવ્યા હતાં.
ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનર  ત્રિલોકભાઇ ઠાકરે આપત્તિ વ્યવસ્થાપનની વિગતવાર સમજ તાલીમાર્થીઓને આપી હતી.  સીપીઆર પધ્ધતિ, ઘાયલોની સારવાર કેમ કરવી તેની સમજ આપવામાં આવી હતી. ભૂકંપ આવે, બિલ્ડીંગમાં આગ લાગે ત્યારે કેવી રીતે કામગીરી કરવી તેની એન.ડી.આર.એફ. દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. ઘાયલોને રેસ્ક્યુ કરીને બચાવની કામગીરી કરવામાં આવી હતી. મોકડ્રીલ સમયે જન સેવા એજ પ્રભુ સેવા ગૃપના પ્રમુખ  જયેશભાઇ સોની અને ગૃપના સભ્યો, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, ડીઝાસ્ટર મામલતદાર રમીલાબેન પટેલ, ડીઝાસ્ટર ઓફિસર સંજયકુમાર ચૌહાણ, ૬–એન. ડી.આર.એફ.ના ઇન્સ્પેક્ટર
રાજેન્દ્રસિંહ,  ત્રિલોકકુમાર સહિત ડીઝાસ્ટર મેનેજમેન્ટના ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતાં.

Download Our B K News Today App



Related News