અંબાજી ભાદરવી મેળાને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વિવિધ ટીમો દ્વારા મોકડ્રીલ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 11:47:35
  • Views : 512
  • Modified Date : 2019-09-01 11:47:35

ગુજરાતના મોખરાના યાત્રાધામ અંબાજીમાં ૮ થી ૧૪ સપ્ટેમ્બરમાં ભાદરવી મહાકુંભ યોજાઈ રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર તરફથી તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આ મહા મેળામાં વહીવટી તંત્ર તરફથી ઝડપી કામગીરીને
પહોંચી વળવા માટે શનિવારે મોકડ્રિલ અંબાજીના ડી.કે.સર્કલ પાસે યોજવામાં આવ્યો હતો.
અંબાજી ભાદરવી મેળાને અનુલક્ષીને બનાસકાંઠા
ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોકડ્રિલ યોજાઈ. અંબાજી ફાયર વિભાગ, જી.ઇ.બી. અંબાજી, અંબાજી કોટેજ હોસ્પિટલ, અંબાજી પોલીસ અને એન.ડી.આર.એફ.ના અધ્યક્ષ સ્થાને મોકડ્રિલ યોજાઈ. ભાદરવી મહામેળામાં આગની ઘટના બને તો કઈ રીતે ઝડપી પહોંચી આગ ઓલાવી શકાય અને લોકોના જીવ બચાવી શકાય તે માટે અંબાજી ડી.કે. સર્કલ પાસે મોદી ભવનમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યુ હતું. અહી આગ લાગવાની ઘટના બન્યા બાદ કઈ રીતે ઝડપી અહી ફાયર બ્રિગેડ અને એન.ડી.આર.એફ.ની ટીમ ઘટનાસ્થળે આવી આગ ઓલવે છે અને ત્યારબાદ ચોથા માળેથી ફસાયેલા લોકોને રેસ્ક્યું કરી નીચે ઉતારવામાં આવે છે. આમ આજની આખી ઘટના મોકડ્રીલ હતી.  આવનારા દિવસોમાં ભાદરવી મેળા માં કોઈ આવો બનાવ બને તો કઈ રીતે લોકોને બચાવી શકાય તે હેતુથી શનિવારે મોકડ્રીલ કરાઈ હતી. જેમાં ઉતર ગુજરાતના રીઝનલ ચીફ ફાયર ઓફિસર મહેશભાઈ મોઢ,
પાલનપુર ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંજયભાઈ ચૌહાણ અને એન ડી.આર.એફ.ના રાજેન્દ્રસિંહ પીઆઇ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News