પાટણના કાકોશી પોલીસે ત્રણ ઇસમોને હદપાર કરવાના પત્ર ઉપર મોહર લગાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 10:53:27
  • Views : 807
  • Modified Date : 2019-07-13 10:53:27

પોલીસ ઉપર એસોલ્ટ કરવાની ટેવવાળા માથાભારે તેમજ દારૂના ધંધા સાથે સંકળાયેલા ત્રણ ઇસમોને
કાકોશી પોલીસ દ્વારા હદપારના હુકમની બજવણી કરી પાટણ તેમજ પાટણ જિલ્લાને અડીને આવેલ જિલ્લાઓની બહાર ધકેલી દેવામાં આવ્યા છે.
પાટણ પોલીસ અધિક્ષક શોભા ભુતડા (આઈ.પી.એસ.) એ પાટણ જિલ્લામાં શાંતિનું વાતાવરણ જળવાઇ રહે તે હેતુથી પાટણ જિલ્લામાં પોલીસ ઉપર એસોલ્ટ કરવાની ટેવવાળા માથાભારે તેમજ દારૂના ધંધા સાથે સંકળાયેલા ઇસમો વિરૂધ્ધ હદપારની દરખાસ્તો તૈયાર કરી એસ.ડી.એમ. સિધ્ધપુરની કચેરીએ મોકલી આપવા સુચના કરતા ના.પો.અધિ. સિધ્ધપુર સી.એલ.સોલંકી તથા સર્કલ
પોલીસ ઇન્સપેકટર કે.એમ.પ્રિયદર્શીના માર્ગ દર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એમ.એમ.માળી કાકોશીનાઓએ કાકોશી પોલીસ સ્ટાફના અ.હેડ.કોન્સ ઘનશ્યામસિંહ તથા અ.પો.કો. રોહિતસિંહને મદદમાં રાખી આવી પ્રવૃતીઓ કરનાર ઇસમો વિરૂધ્ધ હદપારની દરખાસ્તો તૈયાર કરી એસ.ડી.એમ. સિધ્ધપુરની કચેરીએ મોકલી આપતા ત્રણ ઇસમોની
હદપારની દરખાસ્તો મંજૂર થયેલ હોઇ કાકોશી પોલીસની અલગ અલગ ટીમો બનાવી તેઓને તાત્કાલિક હૂકમની બજવણી કરી પાટણ જિલ્લા તેમજ કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓની બહાર મોકલી આપેલ છે. જેમાં (૧) ઠાકોર પ્રભાતજી રામાજી અનારજી રહે.સહેસા તા.સિધ્ધપુર જિ.પાટણવાળો માથાભારે ઇસમ તરીકેની છાપ ધરાવતો તેમજ
પોલીસ ઉપર એસોલ્ટ કરવાની ટેવવાળો તેમજ અસામાજીક પ્રવૃતિઓ કરવાની ટેવવાળો તેમજ ગે.કા. ઈંÂગ્લશ દારુ વેચવાની ટેવવાળો. (૨) ઠાકોર વિજુસંગ ઉર્ફે વિજયસિંહ બાબુજી રહે.સહેસા તા.
સિધ્ધપુર જિ.પાટણવાળો  માથાભારે ઇસમ તરીકેની છાપ ધરાવતો તેમજ પોલીસ ઉપર એસોલ્ટ કરવાની ટેવવાળો તેમજ અસામાજીક પ્રવૃતિઓ કરવાની ટેવવાળો તેમજ ગે.કા. ઈંÂગ્લશ દારૂ વેચવાની ટેવવાળો (૩) ઠાકોર બકાજી માલાજી રહે.વાધણા તા.સિધ્ધપુર જિ.પાટણ વાળો પાટણ જિલ્લાની હદમાં દેશીદારૂની હેરાફેરી કરવાની તેમજ ગે.કા. દારૂ વેચવાની ટેવવાળો હતો. આ ત્રણે ઇસમોને પાંચ જિલ્લાની હદપાર કરવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News