દિલ્હીના દિલમાં મોદીજી: હર્ષ સંઘવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-08 18:16:36
  • Views : 57
  • Modified Date : 2025-02-08 18:16:36

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીના વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પર કહ્યું કે, આજનો દિવસ ખાસ છે. કારણ કે દિલ્હીવાસીઓએ દેશનું દિલ જીતી લીધું.

દિલ્હીના દિલમાં મોદીજી છે. મોદીજીની આગેવાનીમાં દેશ વિકાસ કરી રહ્યો છે. દિલ્હીના લોકોએ ડબલ એન્જિન સરકાર માટે રેકોર્ડ મતદાન કરી જીત અપાવી છે. દિલ્હીના લોકોએ એવા લોકોને મત આપ્યો નથી જેમણે સેનાને લઈને સવાલ ઉઠાવ્યા હતા.

જેમને લોકોની આસ્થા પર શંકા કરી હતી, એવા લોકોની અહીં જગ્યા નથી. હવે દિલ્હીના લોકોને ડબલ એન્જિનની સરકાર મળશે. દિલ્હીવાસીઓએ આજે દેશભરના લોકોનું દિલ જીતી લીધું છે. દિલ્હીના લોકોને આજાદી મળી છે અને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે.

Download Our B K News Today App



Related News