PM મોદીએ 6 રાજ્યોને આપી લાઈટ હાઉસ પ્રોજેક્ટની ગિફ્ટ, બનશે અર્થક્વેક પ્રુફ ઘર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 11:36:37
  • Views : 263
  • Modified Date : 2021-01-01 11:36:37

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જીંગ ઈન્ડિયા(GHTC ઈન્ડિયા) અંતર્ગત 6 રાજ્યોને લાઈટ હાઉસ પ્રોજેક્ટની ભેટ આપી છે. મોદીનો આ કાર્યક્રમ શહેરી ભારતની રૂપ રેખા બદલવાની દિશામાં મહત્વનો સાબિત થશે.તેની સાથે જ PM મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ASHA ઈન્ડિયા(અફોર્ડેબલ સસ્ટેનેબલ હાઉસિંગ એક્સેલરેટર) એવોર્ડ્સની પણ જાહેરાત કરશે. આ સિવાય તે આવાસ યોજના(અર્બન) અંતર્ગત કરવામાં આવેલા કામો માટે વાર્ષિક પુરસ્કારોની પણ જાહેરાત કરશે.

    કાર્યક્રમમાં વડાપ્રધાન ઈનોવેશન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક નવા સર્ટિફિકેટ કોર્સની પણ શરૂઆત કરશે. તેનું નામ નવારિતિહ (NAVARITIH) રાખવામાં આવ્યું છે. NAVARITIHનો અર્થ છે- ન્યુ, અફોર્ડેબલ, વેલિડેટેડ, રિસર્ચ ઈનોવેશન ટેક્નોલોજી ફોર ઈન્ડિયન હાઉસિંગ. આ કાર્યક્રમમાં મંત્રી હરદીપ સિંહ પુરી સિવાય ત્રિપુરા, ઝારખંડ, ઉતર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ સામેલ થશે.

    કેન્દ્રીય આવાસ અને શહેરના મામલાના મંત્રાલયે 2017માં GHTC-ઈન્ડિયા અંતર્ગત લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે છ સ્થાનોને પસંદ કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું હતું. મંત્રાલયે તેમાં સક્રિય રૂપથી ભાગ લેવા માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રોત્સાહિત કર્યા હતા. માપદંડો મુજબ, સૌથી વધુ માર્ક્સ મેળવનાર 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News