મોદીએ એક લાખ લોકોને જમીનનો પટ્ટો આપવાની શરૂઆત કરી, પ્રવાસ પહેલા CAAની વિરુદ્ધ દેખાવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 12:00:15
  • Views : 291
  • Modified Date : 2021-01-23 12:00:15

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામમાં છે. અહીંના શિવસાગર જિલ્લામાં એક લાખથી વધુ લોકોને જમીનનો પટ્ટો આપવાની શરૂઆત કરી છે. તેનો ફાયદો જિલ્લાના 1.06 લાખ લોકોને થશે. પટ્ટો મળ્યા પછી લોકો જમીનના માલિક બની જશે. જ્યારે PMના પ્રવાસ પહેલા ઓલ આસામ સ્ટુન્ડટ્સ યુનિયન(AASU) એ નાગરિકતા સંશોધન કાયદા(CAA)ની વિરુદ્ધ દેખાવ કર્યા. આ દરમિયાન તેમની પોલીસની સાથે રકઝક થઈ.જમીનનો માલિકી હક મળ્યા પછી લોકોને અન્ય સરકારી સુવિધાઓ પર મળવા લાગશે. તેઓ બેન્કમાંથી લોન પણ લઈ શકશે. રાજ્યની ભાજપ સરકારે મે 2016થી લઈને અત્યાર સુધીમાં 2.28 લાખ લોકોને જમીનના પટ્ટા આપ્યા છે. આ કારણે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા PMના પ્રવાસને મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

    CAAની વિરુદ્ધ AASUએ પર્યાવરણ પ્રભાવ આંકલન અધિનિયમ(EIA)ને રદ કરવાની માંગને લઈને મશાલ સરઘસ કાઢ્યું. તેમની માંગ એ પણ હતી કે રાજ્યમાં આસામ એકોર્ડ ધારા છ પર સમિતિનો રિપોર્ટ લાગુ કરવામાં આવે. આ ધારા મૂળ નિવાસીઓના બંધારણીય અધિકારોની રક્ષા કરે છે.દેખાવને રોકવા માટે ગુવાહાટી પોલીસે AASU કાર્યાલય શહીદ ભવનને બેરિકેડ્સ લગાવીને બ્લોક કરી દીધો. પોલીસે કહ્યું હતું કે દેખાવકારો મસાલ લઈને આગળ વધી શકશે નહિ. તે પછી સ્ટુડન્ટ્સે બેરિયરની અંદર જ દેખાવો કર્યા હતા.



Download Our B K News Today App



Related News