ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું- કોરોના સામે લડાઈ કેવી રીતે લડાય, એ મોદીએ સાબીત કરી બતાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-30 13:34:44
  • Views : 403
  • Modified Date : 2020-05-30 13:34:44

મોદી સરકારના બીજા કાર્યકાળને શનિવારે એક વર્ષ  પુરુ થયું છે.આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની સિદ્ધી ગણાવી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં સરકારે અનુચ્છેદ 370 હટાવ્યો અને ત્રણ તલાક પ્રથા નાબૂદ જેવા કાયદા બનાવીને ઘણા ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. કોરોના મહામારી સામેની સંપૂર્ણ લડાઈ કેવી રીતે લડાય એ મોદીએ સાબીત કરીને બતાવ્યું છે. પ્રેસ કોન્ફ્રેન્સના 7 પોઈન્ટ્સકોરોનામાં અર્થવ્યવસ્થાને સંકટમાંથી બહાર લાવ્યાસરકારે સૌથી પહેલા 1.70 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું. 80 કરોડ લોકોના રાશનની વ્યવસ્થા કરી. 20 કરોડ બહેનોના જનધન ખાતામાં 500-500 રૂપિયા ત્રણ મહિના નાંખવાનો પ્રયાસ કર્યો.વૃદ્ધોના ખાતમાં 1000-1000 કરોડ રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો. મનરેગા હેઠળ મજૂરી અને રકમની ફાળવણી વધારી.વડાપ્રધાને 20 લાખ કરોડ રૂરિયાના પેકેજની જાહેરાત કરી. જેના વિશે નાણામંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું હતું. જેના દ્વારા દરેક સેક્ટરને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.કોરોનાની લડાઈ સાથે તેને હોલિસ્ટિક રીતે કેવી રીતે લડી શકાય એ મોદીજીએ તેમના નેતૃત્વ ક્ષમતામાં બતાવ્યું. દેશને ધન્યવાદ આપવા માંગીશ કે વડાપ્રધાન એક એક અપીલને સાંભળી રહ્યા છે.અનુચ્છેદ 370 હટાવ્યો, ત્રણ તલાક પર કાયદો બનાવ્યોમોદીજીના બીજા કાર્યકાળના પહેલા વર્ષમાં ઘણી ઈચ્છાશક્તિવાળા નિર્ણય લેવાયા હતા. અનુચ્છેદ 370 હટાવવો દેશની એકતા અને અખંડતા માટે મહત્વપૂર્ણ નિર્ણય હતો. આ નિર્ણયોના સૂત્રોધાર ગૃહમંત્રી અમિત શાહ બન્યા હતા. અનુચ્છેદને હટાવવાથી જમ્મુ-કાશ્મીરની જનતા મુખ્યધારામાં સામેલ થઈ ગઈ છે. જે દલિતો સાથે અન્યાય થઈ રહ્યો હતો. તેમને ન્યાય મળી રહ્યો છે. મહિલાઓને સંપત્તિ સાથે જોડાયેલા અધિકાર મળી રહ્યા છે. મોદીજી ત્રણ તલાકને ખતમ કરવા માટે કાયદો લઈને આવ્યા છે.

Download Our B K News Today App



Related News