મોદીએ ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની શરૂઆત કરી, કાનપુર-દિલ્હી રૂટ પર ટ્રેન હવે લેટ નહિ પડે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 11:49:49
  • Views : 222
  • Modified Date : 2020-12-29 11:49:49

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું ન્યુ ભાઉપુર-ન્યુ ખુર્જા સેક્શનનું ઉદ્ધાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું છે. તેનો ફાયદો એ થશે કે કાનપુર-દિલ્હી રૂટ પર ટ્રેન મોડી પડશે નહિ. માલગાડિયો પણ સમયે પહોંચી શકશે.ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર એટલે કે EDFC વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે. તેને માલવાહક ટ્રેનો માટે બનાવવામાં આવ્યો છે. એટલે કે તેની પર માત્ર માલવાહક ગાડીઓ જ દોડશે. 351 કિલોમીટર લાંબો આ કોરિડર ન્યુ ભાઉપુર-ન્યુ ખુર્જા સેક્શન સુધી છે. તેને 5750 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તેની કુલ લંબાઈ 1856 કિલોમીટર છે. જે પંજાબના લુધિયાણાથી શરૂ થઈને હરિયાણા, યુપી, બિહાર અને ઝારખંડ થઈને પશ્ચિમ બંગાળના દાનકુની સુધી જશે.


    તેની સાથે જ કેન્દ્ર સરકાર 1504 કિલોમીટર લાંબા વેસ્ટર્ન કોરિડોરનું નિર્માણ પણ કરાવી રહી છે. તે ગ્રેટર નોઈડાના દાદરીથી શરૂ થઈને મુંબઈ જવાહરલાલ નેહરુ પોર્ટ સુધી બની રહ્યો છે. કેન્દ્ર સરકારે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં માલ વાહક ટ્રેનો માટે અલગથી પાટા નાખવાનો નિર્ણય લીધો છે.


Download Our B K News Today App



Related News