ઇમરાન ખાનનો ઉડાડી દીધો છેદ, ‘ફાધર ઓફ ઇન્ડિયા’, રોક સ્ટાર…મોદીના શું-શું કહી ટ્રમ્પે કર્યા વખાણ જોવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-25 12:52:37
  • Views : 473
  • Modified Date : 2019-09-25 12:52:37

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે મંગળવારના રોજ દ્વિપક્ષીય બેઠકમાં જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી. બંને નેતાઓએ એકબીજાના જોરદાર વખાણ કર્યા અને બંને દેશોની વચ્ચે મજબૂત સંબંધ પર જોર આપ્યું. ટ્રમ્પે પીએમ મોદીને ‘ફાધર ઓફ ઇન્ડિયા’થી લઇને એલ્વિસ પ્રેસ્લી સુદ્ધા ગણાવ્યા. આતંકવાદ પર પ્રશ્ન પૂછવા પર ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે તેને પીએમ મોદી સંભાળી લેશે. ટ્રમ્પે ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો જેમાં દુનિયાના કેટલાંય દેશોના નેતાઓ સાથે તેમની મુલાકાતમાં પીએમ મોદી સંગ બેઠકને પણ પ્રાથમિકતા આપી છે. ખાસ વાત એ છે કે આ વીડિયોમાં પાકિસ્તાનને ભાવ આપ્યો નથી. પીએમ મોદીએ પણ ટ્રમ્પને ભારતના સારા મિત્ર ગણાવતા હાઉડી મોદીમાં આવવા માટે તેમનો આભાર માન્યો. આવો જાણીએ મોદી-ટ્રમ્પની વચ્ચે થયેલ દ્વિપક્ષીય બેઠકની મોટી વાતો…ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને એ ભારત યાદ છે, જે ખૂબ જ વહેંચાયેલું હતું. ત્યાં ઘણા મતભેદ, લડાઇ હતી પરંતુ તેઓ (પીએમ મોદી) બધાને સાથે લઇને આવ્યા. જેમ કે એક પિતા સૌને સાથે લાવે છે. કદાચ આ ભારતના પિતા છે. અમે તેમને ‘ફાધર ઓફ ઇન્ડિયા’ બોલાવીશું.

– જ્યારે ટ્રમ્પને હ્યુસ્ટનમાં હાઉડી મોદી ઇવેન્ટ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મારી જમણી બાજુ જે બેઠા છે તે લોકો તેમને પસંદ કરે છે. લોકો પાગલ થઇ જાય છે, તેઓ એલ્વિસનું ઇન્ડિયન વર્ઝન છે. આપને જણાવી દઇએ કે પ્રેસ્લી અમેરિકન સિંગર અને એક્ટર હતો. તેમને ‘કિંગ ઓફ રૉક એન્ડ રોલ’ કહેવાતા હતા– અમેરિકન રાષ્ટ્રપતિએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઇપણ પ્રકારની મધ્યસ્થતા વચ્ચે અંતર બનાવી રાખતા કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ ઇમરાન ખાન કાશ્મીર પર કોઇ ઉકેલ નીકાળી શકે તો એ સારું હશે.ટ્રમ્પે કહ્યું કે તેમને પૂરો વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન ખાન જ્યારે એકબીજાને સારી રીતે ઓળખી જશે તો મુલાકાત કરશે. મને લાગે છે કે મુલાકાતથી બધી સારી વસ્તુઓ નીકળીને આવશે. એ સારું રહેશે કે જો તેઓ કાશ્મીર પર કોઇ ઉકેલ નીકાળી શકે.

– પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા અલકાયદાના આતંકીઓને ટ્રેનિંગ આપવાની વાત ઇમરાન ખાન દ્વારા સ્વીકારવાને લઇ પૂછાયેલા પ્રશ્ન પર ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી આ મામલાને જોઇ લેશે. તેમણે કહ્યું કે તમારી પાસે ખૂબ સારા વડાપ્રધાન છે, તેઓ આ તમામ સમસ્યાઓને ઉકેલી દેશે. ટ્રમ્પે આતંકવાદના મુદ્દા પર પીએમ મોદીના નિવેદનનું પણ સમર્થન કર્યું. ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદીએ તેજ અવાજ અને સ્પષ્ટ લહેકામાં સંદેશ પણ આપી દીધો છે. આપને જણાવી દઇએ કે 22મી સપ્ટેમ્બરના રોજ અમેરિકન શહેર હ્યુસ્ટનમાં આયોજીત હાઉડી મોદી મેગા રેલીમાં કહ્યું હતું કે આતંકવાદનું સમર્થન કરનાર અને આતંકવાદીઓને પોષનારની વિરૂદ્ધ નિર્ણાયક લડાઇનો સમય આવી ગયો છે.

– ટ્રમ્પે કહ્યું કે તેમનો દેશ ટૂંક સમયમાં જ ભારતની સાથે વેપાર કરાર પણ કરશે. તેમણે કહ્યું કે અમેરિકા ભારતની સાથે એક વેપાર કરાર પર પહોંચી જશે. તેનાથી બંને દેશોની વચ્ચે આર્થિક સંબંધોને વધુ મજબૂતી મળશે. બંને દેશ વેપાર કરાર પર વાતચીત કરી રહ્યું છે અને કેટલાંય જટિલ મુદ્દાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

– મોદીએ ભારતને દુનિયાની બીજી સૌથી મોટી મુસ્લિમ વસતીનું ઘર ગણાવતા કહ્યું કે આ વસતીમાંથી કટ્ટરપંથીઓની સંખ્યા ખૂબ ઓછી છે.

– પીએમ મોદીએ પાકિસ્તાનના સંબંધોને લઇ કહ્યું કે અમે પાકિસ્તાનને સંબંધ સુધારવાની કેટલીય તક આપી. પીએમએ પહેલી સરકારની રચના સમય નવાઝ શરીફને બોલાવ્યા અને 2015મા લાહોર વિઝિટ અંગે પણ માહિતી આપતા કહ્યું કે ત્યારબાદ પણ પાકિસ્તાનના વર્તનમાં કોઇ સુધારો આવ્યો નહીં.

– ભારતીય પીએમે કહ્યું કે જ્યાં સુધી વેપારનો સંબંધ છે હું ખૂબ ખુશ છું કે હ્યુસ્ટનમાં મારી હાજરીમાં ભારતીય કંપની પેટ્રોનેટે 2.5 અબજ ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા અને તેનો મતલબ છે કે આવનારા વર્ષોમાં તેનાથી 60 અબજ ડોલરનો વેપાર થશે અને 50000 નોકરીઓ ઉભી થશે જે મારા પ્રમાણે ભારત દ્વારા કરાયેલ આ મોટી પહેલ છે.

– મોદી એ ટ્રમ્પના વખાણ કરતાં ભારતને સારું મિત્ર ગણાવ્યું અને હાઉડી મોદી રેલીમાં અમેરિકન રાષ્ટ્રપતિની હાજરી પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે હું ટ્રમ્પનો આભારી છું કે તેઓ હ્યુસ્ટન આવ્યા. તેઓ મારા મિત્ર છે પરંતુ તેઓ ભારતના પણ સારા મિત્ર છે.

Download Our B K News Today App



Related News