સૌરાષ્ટ્રના પાટીદારોને રીઝવવા મોદીએ તખ્તો ઘડી કાઢ્યો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-13 11:56:29
  • Views : 211
  • Modified Date : 2022-10-13 11:56:29

    ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીની કાગડોળે રાહ જાેઈ રહેલા રાજકીય પક્ષો ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. ભાજપ તેની અગાઉથી ઘડેલી રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ સતત પ્રચારમાં આવી રહ્યા છે. બંને મહાનુભાવોએ ચૂંટણી પ્રચારની ધુરા સંભાળી લીધી છે. ખાસ કરીને વડાપ્રધાનની સળંગ મુલાકાતોને લઈને વાતાવરણ ગરમાયું છે. ગુજરાતના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતીપાટીદાર જ્ઞાતિને રીઝવવા માટેના પ્રયાસો શરૂ થઈ ગયા છે. રાજ્યમાં ૧૫ થી ૧૬ ટકા વસ્તી ધરાવતી પાટીદાર જ્ઞાતિરાજકારણમાં ભારે દબદબો ધરાવે છે. કોઈ પણ રાજકીયપક્ષને તેની ઉપેક્ષા પાલવે તેમ નહિ હોવાથી પાટીદારોના મત અંકે કરવા તેમને પોતાના તરફ આકર્ષવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ભાજપ કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો તેમના ચૂંટણી ઉમેદવારોની યાદીમાં પાટીદાર સમાજને પ્રભુત્વ આપતું આવ્યું છે. ગઈ ચૂંટણીમાં ભાજપે લગભગ ૫૦ જેટલા પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે ૪૧ જેટલા પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ બધાની વચ્ચે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ જેવા પક્ષો પાટીદાર કાર્ડનો ફરીથી ઉપયોગ કરે તેમ મનાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની બેઠકો ઉપર ભાજપે તેની નજર દોડાવી છે. અગાઉની ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં બેક ફુટ ઉપર જવું પડ્યું હતું. તેથી આ વખતે ભાજપ તેનું ધ્યાન સૌરાષ્ટ્રની બેઠકો ઉપર કેન્દ્રિત કર્યું છે. સૌરાષ્ટ્રની મહત્તમ બેઠકો ઉપર જીત મેળવવાનો લક્ષ્યાંક પાર્ટીએ નક્કી કર્યો છે.  સમગ્ર ગુજરાતમાં ૧૫૦ સીટોનો લક્ષ્યાંક રાખનાર ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે કે સૌરાષ્ટ્રમાં વિજયનો વાવટો ફરકાવવો હોય તો પાટીદાર સમાજને વિશ્વાસમાં લેવો પડે તેમ છે. તેથી જ વડાપ્રધાન પોતે સૌરાષ્ટ્રની ભૂમિ પર આગામી ૧૯ મી ઓક્ટોબરના રોજ પધારે તેવી પૂરી શક્યતા છે.  વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના સ્થળો પર ફરી વળશે.

   ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લેઉઆ પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે. સૌરાષ્ટ્રમાં ૨૨ સીટો ઉપર લેઉવા પાટીદાર સમાજનું વર્ચસ્વ છે. તેથી લેઉવા પાટીદાર સમાજને જવા માટે વડાપ્રધાન પોતે લેવા પાટીદાર સમાજના કુળદેવી કાગવડ ખોડલધામ ખાતે ધજા ચઢાવવા માટે આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન કાગવડ ખાતે જાહેર સભા સંબોધે તેમ મનાય છે.  સૌરાષ્ટ્રમાં ભાજપ પોતાનો દેખાવ મજબૂત કરવા માંગે છે. તેથી એક તરફ પાટીદાર સમાજને રિઝવવા પ્રયાસ કરી રહ્યું છે તો બીજી તરફ વિકાસની યોજના વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુરત કરી રહ્યા છે.  સૌરાષ્ટ્રમાં વિજય પતાકા લહેરાવવા માટે ભાજપ મક્કમ છે. અને તેના માટે ભાજપની કેન્દ્રીય નેતાગીરી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર પોતાનું પ્રચાર કાર્ય તે જ કરશે.

Download Our B K News Today App



Related News