પાકિસ્તાનીઓને કાશ્મીર નહીં પણ મોંઘવારીની વધુ ચિંતા : સર્વેક્ષણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 14:39:59
  • Views : 528
  • Modified Date : 2019-11-02 14:39:59

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમના મંત્રીઓ હાલ કાશ્મીર રાગ આલાપી રહ્યા છે જ્યારે પાકિસ્તાનની જનતા કઇક અલગ જ વીચારી રહી છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાનની જનતાને કાશ્મીરની કોઇ જ ચિંતા નથી, તેમને ચિંતા રોજગારી અને આર્થિક સંકટની છે. પાકિસ્તાનમાં હાથ ધરવામાં આવેલા એક સરવે પ્રમાણે પાકિસ્તાનમાં બેરોજગારીને લઇને 23 ટકા લોકો ચિંતિત છે, ચાર ટકા લોકો એવા છે કે જેઓને ભ્રષ્ટાચારની ચિંતા છે, જ્યારે અન્ય ચાર ટકા લોકોને લાગી રહ્યું છે કે પાકિસ્તાનમાં ચિંતાનો વિષય પાણીની વધી રહેલી અછત છે. આ સરવેને ગલ્લુપ એન્ડ ગિલાની પાકિસ્તાન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં 53 ટકા લોકોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં હાલ આર્થિક સંકટ સૌથી મોટી સમસ્યા છે અને વધી રહેલી મોંઘવારીને કાબુમા કરવી જ પડશે. હાલ પાકિસ્તાન સરકાર કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવા માગે છે જ્યારે પાક.ની જનતા તેની સાચી દિશામાં જઇ રહી છે અને તેને કાશ્મીરની નહીં પણ આર્થિક સંકટની, બેરોજગારીની ચિંતા વધુ છે. આ સરવેમાં માત્ર આઠ ટકા લોકો જ કાશ્મીર મુદ્દે ચિંતિત છે.જ્યારે સામેપક્ષે આ સરવેમાં લોકોને એવી પણ ચિંતા છે કે ગમે ત્યારે પાક.માં સત્તા પલટો થઇ શકે છે અને સરકાર સંકટમાં પણ આવી શકે છે.  આ સરવે એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાકિસ્તાનમાં લોકો રસ્તા પર ઉતરીને ઇમરાન ખાનની સરકાર સામે આર્થિક સંકટ મુદ્દે પ્રદર્શન કરી રહ્યા છે

Download Our B K News Today App



Related News