ખાંડમાં સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-06 18:37:52
  • Views : 248
  • Modified Date : 2024-11-06 18:37:52

મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની એકંદરે માગ જળવાઈ રહી હોવા છતાં અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૫૪૦થી ૩૫૮૦માં થયા હોવાના અહેવાલ હતા. જાકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હોવા છતાં નબળી ગુણવત્તાને કારણે સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. છનો અને મિડિયમ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. સાતનો ઘટાડો આવ્યો હતો, જ્યારે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પાંખી રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૫નો ઘટાડો આવ્યો હતો.બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો.

 

Download Our B K News Today App



Related News