મોડાસાની નિલાંશીનું ત્રીજા વર્ષે 200 સેમી લાંબા વાળ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 15:22:11
  • Views : 658
  • Modified Date : 2020-11-09 15:22:11

             મોડાસાની નિલાંશી પટેલે વર્ષ 2020 માં 200 સેમી લાંબા વાળ સાથે જૂનિયર્સ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. પરિણામે જૂનિયર વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેનું સન્માન કરાયું હતું. અગાઉ નિલાંશીએ વર્ષ 2018માં ઈટાલીના રોમમાં 170.5 સે.મી લાંબા વાળ સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ હતું. નિલાંશીએ સતત બીજા વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડતાં વર્ષ 2019માં 190 સે.મી. લાંબા વાળ સાથે બીજા વર્ષે લોન્ગેસ્ટ હેયર ટીનેજરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. મોડાસાના સાયરાના શિક્ષક દંપતી બ્રિજેશભાઈ પટેલ અને કામિનીબેનની દિકરી નિલાંશીએ પોતાના લાંબા વાળ માટે લિમ્કાબુકમાં નોંધણી કરાવી હતી.નાનપણ થી જ નિલાંશી અને તેના માતા-પિતાની ઈચ્છા હતી કે, વિશ્વમાં સૌથી મોટા વાળ રાખવાનો રેકોર્ડ પોતાના નામે કરવો છે. વાળની કાળજી રાખવાનુ શરૂ કર્યુ અને બે વખત ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. 2018 માં 170.5 સે.મી લાંબા વાળ સાથે ઈટલીના રોમમાં આ રેકોર્ડ સર્જ્યો હતો અને આરજેન્ટીનાની ટીનેજર્સનો લાંબા વાળનો રેકોર્ડ નિલાંશીએ તોડ્યો હતો. 18 વર્ષથી નીચેની ઉંમરે 2018 અને 2019 એમ સતત બે વર્ષ સુધી પોતાનું નામ ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવનાર નિલાંશી એક માત્ર ભારતીય છે. ચાલુ વર્ષ 2020માં જૂનિયર વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેનું 200 સેમી લાંબા વાળ સાથે સન્માન કરાયું હતું. સતત ત્રીજા વર્ષે આ વિદ્યાર્થીની પ્રથમ હરોળમાં રહેતા ચૌધરી સમાજ અને મોડાસા નું ગૌરવ વધાર્યુ હતું.બે વખત ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નિલાંશી પટેલે સ્થાન મળ્યું છે. વર્ષ 2018 માં 170.5 સે.મી લાંબા વાળ સાથે ઈટલીના રોમમાં આ રેકોર્ડ સર્જ્યો હતો અને આરજેન્ટીનાની ટીનેજર્સનો લાંબા વાળનો રેકોર્ડ નિલાંશીએ તોડ્યો હતો. ૧૮ વર્ષથી નીચેની ઉંમરે વર્ષ 2018 અને વર્ષ 2019 એમ સતત બે વર્ષ સુધી પોતાનું નામ ગિનિસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવનાર નિલાંશી પટેલ એક માત્ર ભારતીય છે.

Download Our B K News Today App



Related News