મોકડ્રીલ : નડિયાદમાં સાંજે 5.30 કલાકે બે માળની બિલ્ડિંગ પર ડ્રોનથી હુમલા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:35:03
  • Views : 37
  • Modified Date : 2025-06-01 10:35:03

- ખેડા જિલ્લામાં બે સ્થળોએ ઓપરેશન શિલ્ડ અંતર્ગત 

- ખેડાના બીપીસીએલ પ્લાન્ટમાં લાગેલી આગમાંથી 4 લોકોને બચાવાયા : એસઆરપી કેમ્પ પર હુમલામાં ફસાયેલા 20 થી 25 લોકોને સલામત સ્થળે ખસેડાયા

નડિયાદ : ખેડા જિલ્લામાં સિવિલ ડિફેન્સના ઓપરેશન શિલ્ડ અંતર્ગત નડિયાદમાં એસઆરપી ગુ્રપ-૭ અને ખેડાની બીપીસીએલમાં સાંજે ૫.૩૦ કલાકે મોકડ્રીલ યોજાઈ હતી. જ્યારે નડિયાદ કોર્પોરેશનમાં સમાવિષ્ટ યોગીનગર અને ડભાણ વિસ્તારમાં ૮થી ૮.૧૫ કલાક સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ કરાયું હતું.

મોકડ્રીલની શરૂઆત ખેડાની બીપીસીએલ પ્લાટમાં લાગેલી આકસ્મિક આગ સાથે કરાઈ હતી. સાયરન સાથે જાણ કરાતા ફાયરબ્રિગેડની ટીમે અગ્નિશામક કામગીરી શરૂ કરી હતી. કામગીરીમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને દિલધડક રીતે સુરક્ષિત સ્થળે પહોંચાડાયા હતા. અતિ ગંભીર ઈજાગ્રસ્ત ૪ લોકોને ખેડાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે ૩૨ પ્રભાવિત લોકોને એસટી બસમાં અસ્થાયી શિફ્ટિંગ સેન્ટરમાં પહોંચાડાયા હતા. ૫૦ મિનિટમાં આ મોકડ્રીલ સફળતાપૂર્વક પાર પડાઈ હતી. 

Download Our B K News Today App



Related News